Connect Gujarat
દેશ

મેરા બેટા ગુજરા હુવા વક્ત નહિં કે લૌટ કે વાપસ આ ન સકે : સંજ્જુ

મેરા બેટા ગુજરા હુવા વક્ત નહિં કે લૌટ કે વાપસ આ ન સકે : સંજ્જુ
X

ભારતીય હિન્દી ફિલ્મના ઇતિહાસમાં અભિનેતા હયાત હોય અને તેમની બાયોપીક (જીવનકથા) પર સક્ષમ ફિલ્મ બની હોય તો તે સંજ્જુ છે. એવી કેટલીય અજાણી, ગંભીર, અમાન્ય વાતોનો હસતા ચહેરે સ્વિકાર કરવો એ જોવું હોય તો જુઓ : સંજ્જુ

સલામ ! વીકી કૌશલ કે જેને સંજ્જુના જીગરજાન દોસ્તનો કિરદાર બેખુબીથી નિભાવ્યો. કમલેશ કનૈયાલાલ કપાસી ફ્રોમ ભાવનગર એનું વ્હાલસોયુ નામ કમલી.

ઉસ્તાદ, સુનિલ દત્તનો અભિનય પરેશ રાવલે કર્યો અને ઉસ્તાદો કે ઉસ્તાદ છે એમ પુરવાર કર્યું : સંજ્જુ ફિલ્મમાં આ ગીતોની પસંદગી દાદ માંગી લે છે.

* રૂક જાના નહીં તુ કભી હારકે (મઝરુહ સુલતાનપૂરી : ફિલ્મ : ઈમ્તિહાન)

* ન મુહ છુપા કે જીઓ, ન સર ઝુકા કે જીઓ. (સાહિર લુધ્યાનપૂરી : ફિલ્મ હમરાઝ)

* દુનિયા મેં રહેના હે તો કામ કર પ્યારે (આનંદબક્ષી : ફિલ્મ : હાથી મેરે સાથી)

* યે દોસ્તી હમ નહિં છોડેંગે (આનંદબક્ષી : ફિલ્મ : શોલે)

ફિલ્મ અભિનેતા સુનિલ દત્તના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવ, ડોન હાજી મસ્તાનની ધમકીને વશ ન થઈને નરગીસને પત્ની બનાવી, એને કેન્સર થાય, પુત્ર સંજય દત્ત, 'રોકી' પહેલી ફિલ્મ ત્રણ દિવસ પહેલા પત્નીનું મૃત્યુ, 'રોકી'નો પ્રિમિયર પહેલી રોમાં એક શીટ ખાલી "યહાં કોઈ આનેવાલા હૈ" સુનિલ દત્ત કહે "મેરી પત્ની" જીવનમાં સંઘર્ષની પરાકાષ્ટા, પુત્ર (ચરસ, સિગરેટ, ગાંજો) એ બાકી હતું તો મશીનગન અને છેલ્લે આર.ડી.એક્ષ ભરેલી ટ્રક એવા મિડીયાના ન્યૂઝ પત્રકાર જાત તપાસ કર્યા વગર ડેસ્ક પરથી માત્ર સમાચારના મથાળા લખે અને છેલ્લે ? ( કવેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિન્હ મૂકે.) રિપોર્ટરને ખબર જ નથી કે આ સમાચાર કેટલાની જિંદગીમાં ઉથલ-પાથલ મચાવી દેશે. ચટપટી ખબર બનાવવાથી કેટલાની ચટણી થાય છે. સુનિલ દત્તનો અભિનય પરેશ રાવલે કર્યો એક રોલ મોડલ પિતાનો. મુન્નાભાઈ એમ.બી.બી.એસ.ની ઝલક હાસ્યની ઝોળ ઉડાડે. વર્ષ ૧૯૯૩ માં જ્યારે સંજયદત્ત પર મશીનગન રાખવાનો આરોપ લાગ્યો. ટાડા કેસ થયો ત્યારે ભારતના વડાપ્રધાન પી.વી.નરસિંહરાવ હતા અને ગૃહમંત્રી શંકરરાવ ચૌહાણ. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કલ્યાણસિંહે સબ સલામત કહે રાખ્યું અને નરસિંહરાવ મિલિટરી મોકલી ન શક્યા અને બાબરી ધ્વંસ થયો. ગુજરાતમાં રમખાણ થયા. મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયો અને સંજયદત્તે સુનિલદત્તની સલામતી અને સુરક્ષા માટે ‘સનમ’ ફિલ્મના ડાયરેક્ટર પાસે વેપન માંગ્યું, ત્રણ મશીનગન અને થોકબંધ કારતૂસની ડિલીવરી સંજયદત્તને થઈ જે તેણે તેની મોટરની ડીકીમાં મુકી, પછી બેડરૂમના કોચની નીચે કાળી બેગમાં સંતાડી જે એના મુસ્લિમ મિત્રએ રફાદફા કરી.

સંજ્જુ ફિલ્મમાં વધુ એક ધ્યાનાકર્શક પાત્ર બોમન ઈરાની. ફિલ્મમાં એ રૂબી (સોનમ કપૂર)નો પિતા પારસી માહોલ સુપર્બ. નરગીસ દત્ત તરીકે મનીષા કોઈરાલા ઝૂમી ઉઠશો એને જોઇને. અંજન શ્રીવાસ્તવ(મિનિસ્ટર) દિગ્દર્શકે લીધેલું ગણતરી પૂર્વકનું સાહસ, સફળ. એ.આર.રહેમાનના વડપણા હેઠળ પાંચ મ્યુઝિક કંપોઝર એટલે સંગીતમાં શું કહેવું ? વિક્રમ ગાયકવાડે રણબીર કપૂરને સંજય દત્ત જેવો આબેહૂબ બનાવ્યો. ચાલવાની, ખભા હલાવવાની, ઉછળવા ડીટ્ટો ટુ ડીટ્ટો..

અભિજીત જોશી ગીતકાર, ફિલ્મ કથા લખી, સંવાદ લખ્યા, રાજકુમાર હિરાની પ્રોડ્યુસર, ડાયરેક્ટર એ ભૂલ ન કરી કે સંજય દત્તને સંજય દત્ત તરીકે પેશ કર્યો, બલ્કે રણબીર કપૂરને રજૂ કર્યો, ફિલ્મ અંતે મલ્ટીપ્લેક્ષના પગથિયા ઉતરતી વખતે દર્શકોએ મનોમન બેસ્ટ એકટર ગોઝ ટુ રણબીર કપૂર ફોર 'સંજ્જુ' નક્કી કરી લીધું છે ફિલ્મફેર, ઝી, સ્ટાર ડસ્ટ, સ્ક્રીન એવોર્ડ ઝ્યુરી શું નક્કી કરે એમના પર છોડીયે.. સંજય દત્ત (સંજ્જુ)પર અનુષ્કા શર્મા (રાઈટર વીની) એ લખેલી બાયોપીકનું નામ : 'કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હૈ કહેના' (અમરપ્રેમ).

Next Story