Connect Gujarat
ગુજરાત

મોડાસાની સરકારી પ્રાથમિક શાળા નં.1માં ડ્રોઇંગ વર્કશોપનું સમાપન, કલેક્ટર દ્વારા વિદ્યાર્થીઓનું કરાયું સન્માન

મોડાસાની સરકારી પ્રાથમિક શાળા નં.1માં ડ્રોઇંગ વર્કશોપનું સમાપન, કલેક્ટર દ્વારા વિદ્યાર્થીઓનું કરાયું સન્માન
X

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી પ્રાથમિક શળા નંબર 1માં ડ્રોઇંગ વર્કશોપનું સમાપન થયું છે. વર્કશોપના છેલ્લા દિવસે જિલ્લા કલેક્ટર એમ. નાગરાજને શાળાની મુલાકાત કરી બાળકોની મહેનત અને કળાને બિરદાવી હતી.

પેઇન્ટિંગ વર્કશોપમાં 6 થી 14 વર્ષના બાળકોએ ભાગ લીધો હતો, જેમાં બાળકોએ વિવિધ થીમ આધારિત પેઇન્ટિંગ તૈયાર કરી હતી. અંદાજે 100થી વધારે પેઇન્ટિંગ તૈયાર થયા બાદ એક પ્રદર્શન પણ આયોજિત કરાયું હતું, જેને નિહાળવા માટે વિવિધ શળાના બાળકો તેમજ શિક્ષકો આવ્યા હતા.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="99365,99366,99367,99368,99369,99370,99371,99372,99373,99374,99375"]

જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા આયોજિત ચિલ્ડ્રન ડ્રોઇંગ એક્ટિવિટી વર્કશોપનું આયોજન કરાયું હતું, જે 14 જૂનથી શરૂ થઇને 18 જૂન સુધી ટાળ્યું હતું, જેમાં સળંગ પાંચ દિવસ સુધી બાળકોએ તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ વિવિધ ચિત્રો તૈયાર કર્યો હતા. વર્કશોપના છેલ્લા દિવસે બાળકોએ તૈયાર કરેલા પેઇન્ટિંગને નિહાળવા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટર શાળામાં પહોંચીને વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા.

Next Story