Connect Gujarat
દેશ

મોડેલિંગની દુનિયામાં પાછી ફરતી ક્રિકેટર શમીની પત્ની હસીન જહાં !

મોડેલિંગની દુનિયામાં પાછી ફરતી ક્રિકેટર શમીની પત્ની હસીન જહાં !
X

શમી પર સનસનીખેજ આરોપો મુકનાર હસીન જહાં પુત્રી સાથે અલગ રહે છે.

નવી ક્રિકેટર મહોમ્મદ શમી પર ઢગલાબંધ આરોપો લગાવનાર તેની પત્ની હસીન જહાંએ ફરી વખત ગ્લેમર વર્લ્ડ તરફ પોતાની નજર દોડાવી છે. હસીન જહાંએ પોતાની જિંદગી સ્વતંત્ર રીતે જીવવા માટે ફરી મોડેલિંગ શરૂ કર્યુ છે.

આ માટે તેણે ૧૫ કિલો જેટલુ વજન પણ ઓછુ કર્યુ છે. ચાર મહિના પહેલા તેણે શમી સામે પોલીસ ફરીયાદ નોંધાવતા આ દંપતીનો ખટરાગ લાઈમ લાઈટમાં આવ્યો હતો. હસીન જહાંએ મહોમ્મદ શમી પર બેવફાઈ, પોતાની હત્યા જેવા આરોપો લગાવ્યા હતા.

હસીન જહાંએ કોર્ટમાં દર મહિને ૧૦ લાખ રૂપિયા ભરણ પોષણ માટે પણ અરજી કી હતી. એક તબક્કે તેણે પોતાના પતિ પર મેચ ફિક્સિંગનો પણ આક્ષેપ મુક્યો હતો. હસીન જહાંએ શમી સાથે લગ્ન કર્યા તે પહેલા તે મોડેલિંગ કરતી હતી. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ચીયર લીડર તરીકે પણ કામ કર્યુ હતુ.

જોકે ૨૦૧૪માં શમી સાથે લગ્ન બાદ તેણે મોડેલિંગ છોડી દીધુ હતુ. તેને ત્રણ વર્ષની એક પુત્રી પણ છે. હાલમાં જાધવપુરમાં પોતાની પુત્રી સાથે રહેતી હસીન જહાંએ મોડિલંગ માટે પોતાના જૂના મિત્રો સાથે પણ વાત કરી છે.તે એક્ટિંગ પણ કરવા માંગે છે. આ માટે તેણે શોર્ટ ફિલ્મોમાં અભિનય શરૂ કર્યો છે. ગત સપ્તાહે જ એક શોર્ટ ફિલ્મ મર્ડર મિસ્ટરીમાં તેણે રોલ કર્યો છે.

Next Story