Connect Gujarat
દેશ

મોદીએ ભારતનો સૌપ્રથમ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન કર્યો રિલીઝ

મોદીએ ભારતનો સૌપ્રથમ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન કર્યો રિલીઝ
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન રિલીઝ કર્યો હતો. જે ભારતનો સૌપ્રથમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન છે.

તેનો ઉદ્દેશ ભારતના ડિઝાસ્ટર મેનેજમેન્ટને વધુ સ્થિતિસ્થાપક બનાવવાનો છે જેના કારણે આફત વેળાએ ઓછામાં ઓછા જાન-માલનું નૂકસાન થાય.

આ પ્લાન ચાર પ્રાયોરિટી થીમ્સ પર આધારિત છે. જેમાં આફતના જોખમને સમજવું, આફતના રિસ્ક ગવર્નન્સમાં સુધારો કરવો, આફતમાં ઘટાડો કરવા માટે ઇન્વેસ્ટિગેટ કરવું તેમજ આફત પહેલા, આફત વખતે અને આફત બાદ તૈયાર રહેવું વગેરેનો સમાવેશ થાય છે.

30bc6297-6721-47af-918c-cb41ee2e8191

આ પ્લાનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના પાયાના ચારેય ફેઝનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પ્રિવેન્શન, શમન, પ્રતિક્રિયા અને રિકવરીનો સમાવેશ થાય છે.

આ પ્લાન એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તેમાં આફત વેળાની મહત્વની બધી જ પ્રવૃતિઓનો સમાવેશ થઇ જાય છે. જેમકે, અગાઉથી ચેતાવણી, માહિતીનું પ્રસારણ, તબીબી સહાય, ફ્યુઅલ, વાહનવ્યવહાર, બચાવકાર્ય વગેરેનો સમાવેશ થઇ જાય છે.

આ પ્રસંગે ગૃહમંત્રી રાજનાથસિંહ, રાજ્ય ગૃહમંત્રી કિરણ રિજીજુ, PMO ઓફિસના સિનિયર અધિકારીઓ તેમજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story