Connect Gujarat
સમાચાર

મોદીએ વર્લ્ડ યુથ સ્ક્લિ ડે પર લોન્ચ કર્યો હતો ‘સ્કિલ ઇન્ડિયા’

મોદીએ વર્લ્ડ યુથ સ્ક્લિ ડે પર લોન્ચ કર્યો હતો ‘સ્કિલ ઇન્ડિયા’
X

યુનાઇટેડ નેશન્સ દ્વારા 18 ડિસેમ્બર 2014ના રોજ 15 જુલાઇને વર્લ્ડ યુથ સ્કિલ ડે તરીકે ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

વૈશ્વિક સ્તરે યુવાનોમાં સ્કિલના વિકાસ પર વધુ ભાર મૂકવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. જેથી વૈશ્વિક સ્તરે બેરોજગારીનું પ્રમાણ ઘટાડી શકાય અને એક સારા સમાજની રચના કરી શકાય. તેનો મૂળ હેતુ આજના યુવાનો માટે એક સારી સામાજીક-આર્થિક પરિસ્થિતીનું સર્જન કરવાનો છે.

oran copy

આ દિવસે દુનિયાભરમાં યુવાનોને શિક્ષણ અને ટેકનિકલ-વોકેશનલ ટ્રેનિંગ દ્વારા તેમને આર્થિક વિકાસમાં સહભાગી બનાવવા માટે જાગૃતતા ફેલાવવામાં આવે છે.

Narendra Modi is a contender for Time 'Person of the Year' '

15 જુલાઇ 2015ના રોજ વર્લ્ડ યુથ સ્કિલ ડે પર નરેન્દ્ર મોદી દ્વારા આવા જ ઉદ્દેશ સાથે ‘સ્કિલ ઇન્ડિયા’ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો. જેના હેઠળ ઘણાં યુવાનોને લાભ મળી રહ્યો છે. મોદીએ સ્કિલ ઇન્ડિયા અંતર્ગત 2022 સુધી 40 કરોડ યુવાનોને ટ્રેઇન કરવાનો લક્ષ્ય રાખ્યો છે.

Next Story