Connect Gujarat
ટેકનોલોજી

મોબાઈલ ચોરી અટકાવવા માટે આધુનિક પધ્ધતિ વિકસાવાશે

મોબાઈલ ચોરી અટકાવવા માટે આધુનિક પધ્ધતિ વિકસાવાશે
X

મોબાઈલ ચોરી કે બનાવટી મોબાઈલને અટકાવવા માટે સરકાર દ્વારા નવી આધુનિક પધ્ધતિ વિકસાવવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.

કોઈ પણ નેટવર્કનાં મોબાઈલ ચોરાય કે ખોવાય ત્યારે સરકારની નવી પધ્ધતિ ફોન ની તમામ સેવાઓનો અવરોધ કરશે અને જો સીમ કાર્ડ પણ મોબાઇલ માંથી કાઢી લેવામાં આવે અથવા તો હેન્ડસેટની IMEI નંબર બદલવામાં આવે તો પણ મોબાઈલની તપાસ આદરી શકાય તે માટે સીઆઈઆઈઆર (સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજીસ્ટર) નામની નવી પધ્ધતિ અમલમાં લાવવા અને સોફ્ટવેરને વિકસાવવા ૬ મહિનાનો પ્રોજેક્ટ BSNLને સોંપવામાં આવ્યો છે.

સીઆઈઆઈઆર થી બનાવટી મોબાઈલ ફોન્સની સંખ્યા પણ ઘટશે, સાથે સાથે ચોરી થતી પણ અટકશે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

Next Story