Connect Gujarat
ટેકનોલોજી

મોબાઈલ ફોન જ ડેબિટ અને ક્રેડિટ કાર્ડની ગરજ સારશે 

મોબાઈલ ફોન જ ડેબિટ અને ક્રેડિટ કાર્ડની ગરજ સારશે 
X

ડેબિટ અને ક્રેડિટ કાર્ડની સાથો સાથ એટીએમ કાર્ડ ત્રણ થી ચાર વર્ષમાં બેકાર થઇ જાય અને નાણાંકીય લેવડ - દેવડ માટે લોકો પોતાનાં મોબાઇલ ફોનનો જ ઉપયોગ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

નીતિ આયોગ દ્વારા જાણવા મુજબ ભારતમાં 72 ટકા વસતી 32 વર્ષથી નાની ઉંમરનાં લોકોની છે. એવામાં તેના માટે આ અમેરિકા અને યુરોપનાં દેશોની સરખામણીમાં ડેમોગ્રાફક ડિવિન્ડની સ્થિતિ દર્શાવે છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ ભારતમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને એટીએમની ટેકનોલોજી આવતા ત્રણ થી ચાર વર્ષમાં બેકાર થઇ જશે અને તમામ લેવડદેવડ કરવા માટે પોતાના મોબાઇલનો જ ઉપયોગ કરવામાં આવે તેવી શક્યતાઓ પણ નીતિ આયોગના સીઈઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Next Story