Connect Gujarat
દેશ

મોબાઈલ સિમ માટે આધાર કાર્ડ જરૂરી નથી :  સુપ્રીમ કોર્ટે

મોબાઈલ સિમ માટે આધાર કાર્ડ જરૂરી નથી :  સુપ્રીમ કોર્ટે
X

હવે મોબાઇલ સિમ લેવા માટે આધાર કાર્ડની જરૂર નહીં પડે. સરકાર દ્વારા મોબાઇલ ઓપેરેટર્સને ઓળખ બતાવવા માટે અન્ય પ્રૂફ જેવા કે ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ અને વોટર આઈડી કાર્ડ પણ સ્વીકારવા માટે જણાવાયું છે. ટેલિકોમ કોમ્યુનિકેશનના સચિવ અરુણ સુદ્રાજનએ જણાવ્યું હતું કે મોબાઇલ કંપનીઓને તાત્કાલિક સૂચનાઓનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે જેથી ગ્રાહકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

૨૭ એપ્રિલ TOIમાં એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં આ વિષય પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે જે લોકો પાસે આધાર કાર્ડ નથી, તેમને સીમ કાર્ડ આપવમાં આવતા નથી. સુપ્રીમ કોર્ટે પહેલેથી જ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી કોર્ટ આ કેસ પર કોઈ અંતિમ નિર્ણય ન લે ત્યાં સુધી સિમ કાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત નથી.

આધાર કેસથી ન માત્ર સ્થાનિક લોકો પ્રભાવિત થયા હતા પરંતુ એનઆરઆઈ અને દેશમાં આવતા અનેક વિદેશી લોકોને પણ આ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Next Story