Connect Gujarat
ગુજરાત

મોરબી :એસપી કરણરાજ વાઘેલાની ટીમે ચાર નકલી ડોકટરને ઝડપી પાડયા

મોરબી :એસપી કરણરાજ વાઘેલાની ટીમે ચાર નકલી ડોકટરને ઝડપી પાડયા
X

છેલ્લા કેટલાંય સમયથી બોગસ તબિબો દ્વારા પ્રેકટીસ કરવામા આવતી હોવાનુ સામે આવ્યુ છે. તાજેતરમા જ રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસ દ્વારા 10 દિવસમા 8 બોગસ તબિબને ઝડપી પાડી તેમની વિરૂધ્ધ ગુનો પણ દાખલ કરવામા આવ્યો હતો. તો બીજી તરફ અન્ય જિલ્લાની પોલીસ દ્વારા પણ આ પ્રકારની ઝુંબેશ ચલાવવામા આવી રહી છે. ત્યારે મોરબી એસપી કરણરાજ વાઘેલાની ટીમ દ્વારા એક નહી પરંતુ ચાર ચાર બોગસ તબિબોને ઝડપી પાડવામા આવ્યા છે. વાંકાનેરમાં ડોકટરની ડીગ્રી વગર ખાનગી દવાખાના શરૂ કરી તબીબી પ્રેકટીસ કરતા ચાર બોગસ તબિબને પકડી પાડવામા આવ્યા છે.

ક્યાંથી પકડાયા બોગસ ડોકટર

ૐ નામના દવાખાનામાંથી હિતેષ કોઈ પણ પ્રકારની ડિગ્રી કે સર્ટિફિકેટ વગર પ્રેકટીસ કરતો હોવાનુ સામે આવ્યુ છે. જેની પાસેથી દવા અને રોકડ મળી 4634નો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો છે. તો સાથે જ પ્રદિપ નામનો બોગસ તબિબ ઝડપાયો જેની પાસે પણ કોઈ પણ જાતની ડિગ્રી કે સર્ટિફિકેટ વગર પ્રેકટીસ કરતો હોવાનુ સામે આવ્યુ છે. જેની પાસેથી દવા અને રોકડ મળી 9603નો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો છે.

ક્રિષ્ના ક્લીનીકમાંથી ભદ્રેશ કોઈ પણ પ્રકારની ડિગ્રી કે સર્ટિફિકેટ વગર પ્રેકટીસ કરતો હોવાનુ સામે આવ્યુ છે. જેની પાસેથી દવા અને રોકડ મળી 20649નો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો છે.

બાલાજી હોસ્પિટલમાંથી સુરેન્દ્રકુમાર નકલી ડિગ્રી તેમજ દવા અને રોકડ મળી 24904રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો છે.

Next Story