Connect Gujarat
દુનિયા

યજમાન ઇંગ્લેન્ડ મજબૂત દાવેદારી સાથે પોઇન્ટ ટેબલમાં ટોપ પર જવા શ્રીલંકા સામે ઉતરશે

યજમાન ઇંગ્લેન્ડ મજબૂત દાવેદારી સાથે પોઇન્ટ ટેબલમાં ટોપ પર જવા શ્રીલંકા સામે ઉતરશે
X

ઇંગ્લેન્ડ 5 માંથી 4 મેચ જીત્યું અને 1 હારી 8 પોઇન્ટ સાથે ત્રીજા નંબર પર છે.

વર્લ્ડ કપના પોઇન્ટ ટેબલમાં છટ્ઠા ક્રમ પર રહેલ શ્રીલંકા આજે વર્લ્ડ કંપની દાવેદાર ગણાતી ઇંગ્લેન્ડ સામે ઉતરશે. શ્રીલંકાની ટિમને વર્લ્ડ કપમાં જીવંત રહવા માટે બાકીની ચારેય મેચ જીતવી જરૂર છે તો જ તે સેમિફાઇનલના લિસ્ટ સુધી પોહચી શકશે. શ્રીલંકા 5 મેચ માંથી 1 મેચ જીત્યું છે, 2 મેચ હાર્યું છે અને 2 મેચ રદ થઈ હોવાથી 4 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમ પર છે. તો બીજી તરફ યજમાન ટિમ 5 મેચમાંથી 4 જીત્યું અને 1 મેચ હારી 8 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે, જે આજની મેચ જીતી પોઇન્ટ ટેબલના પ્રથમ સ્થાને જવાના ઈરાદા સાથે ઉતરશે.

ઇંગ્લેન્ડ ટિમ ના સુકાની ઇયોન મોર્ગન ફરી એક વાર અફઘાન સામેની મેચ માં આક્રમક અંદાજ સાથે બેટિંગ કરી પોતાની ફિટનેસ બતાવી દીધી હતી, તેને 71 બોલ માં 17 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 148 રન બનાવ્યા હતા, જેને કારણે ઇયોન મોર્ગન એક વનડેમાં સૌથી વધુ સીક્સ મારનાર બેટ્સમેન પણ બની ગયો છે. તો સાથે જ જો રૂટ પણ સારા પર્ફોર્મર્સ સાથે રમી રહ્યો છે જેથી આજે ઇંગ્લેન્ડ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરે તો પાછલી મેચો જોતા આજે 300 થી વધારે ટાર્ગેટ શ્રીલંકા માટે ઉભો કરી શકે છે.તો સામે ખરાબ ફોર્મ મા ચાલી રહેલ શ્રીલંકા ટીમના ઓપનર તેમજ મિડલ ઓડર ના ખેલાડીઓએ કાઈ ખાસ પ્રદર્શન કર્યું નથી જેથી શ્રીલંકા ટીમ દરેક મેચ માં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગઈ છે. તેમજ બોલિંગ તરફ થી પણ કોઈ ખાસ પ્રભાવ વિરોધી ટિમ પાર પાડી શકી નથી.

Next Story