Connect Gujarat
દુનિયા

યુક્રેનમાં ત્રણ ભારતીય તબીબી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો.

યુક્રેનમાં ત્રણ ભારતીય તબીબી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો.
X

સ્થાનિકો દ્વારા કરાયેલા આ હુમલામાં બે ના મોત,એક ગંભીર.

વિદેશની ધરતી પર ભારતીયો પર થતા હુમલાનો સિલસિલો યથાવત રહ્યો છે.યુક્રેન માં તબીબી ક્ષેત્રે અભ્યાસ કરતા ત્રણ ભારતીય વિદ્યાર્થીઓ પર ત્યાંના સ્થાનિક લોકોએ હુમલો કરતા બે આશાસ્પદ યુવકોના કરૂણ મોત નિપજ્યા હતા,જયારે એક યુવાન ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ લઇ જવામાં આવ્યો છે.

વિદેશ મંત્રાલય ના પ્રવક્તા વિકાસ સ્વરૂપ દ્વારા મીડિયાને આપેલ માહિતી અનુસાર આ ઘટના તારીખ 10મી એપ્રિલ રવિવારના રોજ સવારે 3 વાગ્યે બની હતી.યુક્રેનની ઉઝગોરોડ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહેલા મુઝફ્ફરનગરના પ્રણવ શાંડિલ્ય, ગાઝિયાબાદના અંકુર સિંહ અને આગરાના ઈન્દ્રજિત સિંહ ચૌહાણ પર ત્રણ સ્થાનિક લોકો દ્વારા ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો.

પ્રણવ મેડિકલ કોલેજના ત્રીજા વર્ષના અને અંકુર ચોથા વર્ષના આશાસ્પદ વિદ્યાર્થીઓ હતાં. સુત્રો દ્વારા જાણવા મળ્યા અનુસાર ઘાયલ વિદ્યાર્થીએ આપેલ નિવેદન બાદ યુક્રેનિયન બોર્ડર ઓળંગવાનો પ્રયત્ન કરી રહેલા આ આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેમની પાસેથી ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના પાસપોર્ટ-ડોક્યુમેન્ટ્સ અને લોહીના ડાઘાવાળું ચાકૂ પોલીસે કબ્જે કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

Next Story