Connect Gujarat
સમાચાર

યુક્રેનના પૂર્વ ભાગમાં આવેલ ખારકીવ વિસ્તારમાં એરફોર્સનું વિમાન થયું ક્રેશ,22ના મોત

યુક્રેનના પૂર્વ ભાગમાં આવેલ ખારકીવ વિસ્તારમાં એરફોર્સનું વિમાન થયું ક્રેશ,22ના મોત
X

યુક્રેનમાં એરફોર્સનું વિમાન ક્રેશ થવાની દુર્ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં સૈન્ય કેડેટ્સ સહિત 22 લોકોનાં મોત થયા છે. તો બે લોકો ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલ છે. આ અકસ્માત યુક્રેનના પૂર્વ ભાગમાં આવેલા ખારકીવ વિસ્તારમાં થયો હતો. યુક્રેનના એક મંત્રીએ આ દુર્ઘટના વિશે માહિતી આપી છે.

મંત્રી એન્ટોન ગેરાશેન્કોએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં 22 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને બે ઘાયલ થયાં હતાં. અન્ય બે લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ વિમાનમાં 28 લોકો હતા. તેમાંથી 21 લશ્કરી વિદ્યાર્થીઓ હતા જ્યારે 7 વિમાનના ક્રૂ મેમ્બર હતા. મંત્રીએ કહ્યું કે અકસ્માતનું કારણ હજી જાણી શકાયું નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે તેઓ શનિવારે આ વિસ્તારની મુલાકાત લેશે.

તેમણે ફેસબુક પર લખ્યું છે કે તે આ દુર્ઘટનાની તુરંત તપાસ કરવા માટે એક કમિશન બનાવી રહ્યા છે. આ કમિશન અકસ્માતનાં કારણોની તપાસ કરશે. એન્ટોનોવ-26 પરિવહન વિમાન સ્થાનિક સમયાનુસાર રાત્રે 8:50 વાગ્યે ચુહિવ લશ્કરી વિમાનમથકથી બે કિલોમીટરના અંતર પર અકસ્માતનો ભોગ બન્યું. અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી હતી. આગને કાબૂમાં લેવામાં એક કલાકનો સમય લાગ્યો. આ અકસ્માતમાં 22 લોકોનાં મોત નીપજ્યાં હતાં. બે ગંભીર રીતે ઘાયલ થયા છે.

Next Story