Connect Gujarat
ગુજરાત

યુજીસી દ્વારા રાજ્યની 9 કોલેજોને 1.5 કરોડની ગ્રાન્ટને મંજૂરી

યુજીસી દ્વારા રાજ્યની 9 કોલેજોને 1.5 કરોડની ગ્રાન્ટને મંજૂરી
X

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને રાજ્યની 9 કોલેજોને 1.5 કરોડની ગ્રાન્ટ આપવાની મંજૂરી આપી છે. જેમાં અમદાવાદની એમ.જી.સાયન્સ કોલેજ, સુરતની પી.ટી.સાર્વજનિક કોલેજ અને એસ.પી.બી.ઇંગ્લિશ મીડિયમ કોલેજ, પાટણની એલ.એન.કે.કોલેજ ઓફ એજ્યુકેશન અને શેઠ મોતીલાલ નયલચંદ કોલેજ, આદિપુરની તોલાની કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ, આણંદની એન.એચ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન,વલસાડની જે.પી.શ્રોફ કોલેજ અને મહેસાણાની સી.એન.આર્ટસ અને બી.ડી.કોમર્સ કોલેજનો સમાવેશ થાય છે.

યુજીસી દ્વારા ડેવલપમેન્ટ માટે દરેક કોલેજને 1.5 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે.તે સાથે જ યુજીસીએ જણાવ્યું હતું કે આમાંની જે કોલેજ NAACની માન્યતામાં A+ ગ્રેડ મેળવશે તો તે કોલેજનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે.

Next Story