Connect Gujarat
ગુજરાત

રતનપુર બોર્ડર પર શામળાજી પોલીસના 3 કોન્સ્ટેબલ પર 4 શખ્સનો હુમલો

રતનપુર બોર્ડર પર શામળાજી પોલીસના 3 કોન્સ્ટેબલ પર 4 શખ્સનો હુમલો
X

શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ રવિવારે બપોરે ના સુમારે સરકારી પોલીસ વાહન સાથે રતનપુર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ કરતા હતા ત્યારે રાજસ્થાન તરફથી આવતી શંકાસ્પદ સફેદ ઈકો કારને અટકાવવા હાથથી ઈશારો કરતા ઈકો કારના ચાલકે કાર ભગાવતા ત્રણ કોન્સ્ટેબલે સરકારી વાહન સાથે પીછો કરતા ઈકો કારના ચાલકે કાર અટકાવી બંને પોલીસ કર્મચારીઓને બેફામ ગાળો બોલી મારઝુડ કરી પથ્થરો થી હુમલો કરી ફરાર થઈ જતા ચકચાર મચી છે.

શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજબજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ નાથાભાઈ ,નરેન્દ્રસિંહ કિસ્મતસિંહ અને મહેશ કુમાર બાબુભાઇ રવિવારે બપોરે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાનથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા રાજસ્થાન તરફતી આવતી શંકાસ્પદ ઈકો કારને અટકવાવા હાથ થી ઈશારો કરતા ઈકો કારનાચાલકે ગાડી ઉભી નહિ રાખતા ભગાવી મુકતા ત્રણે પોલીસકર્મીઓએ સરકારી વાહન સાથે પીછો કરતા ઈકો કારના ચાલકે આગળ જઈ અટકાવી ઈકો કારના ચાલકને ગાડી ઉભી નહિ રાખવા અંગે પુછાતા ૪ શખ્શો ઉશ્કેરાઈ જઈ પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી અને ગાળાગાળી પર ઉતરી આવ્યા હતા અને પોલીસકર્મીઓ પર તૂટી પડતા અને લાકડી અને પથ્થર વડે હુમલો કરી ગડદા પાટુનો માર મારી યુનિફોર્મ ફાડી નાખતા અને ઝપાઝપી કરતા ભારે ચકચાર મચી હતી પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી ચારેય શખ્શો ફરાર થઈ ગયા હતા પોલીસ કર્મચારીઓ પર હુમલો થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવ હેડ.કોન્સ્ટેબલ પ્રવીણભાઈ નાથાભાઈ ની ફરિયાદ ના આધારે જગદીશ જીવાભાઈ પારઘી અને રસિકભાઈ જીવાભાઈ પારઘી તથા બે અજાણ્યા શખ્શો સામે ઇપીકો કલમ-૩૨૩,૩૩૭,૧૮૬,૩૩૨,૫૦૪,૫૦૬(૨),૧૧૪ અને જીપીએકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Next Story