Connect Gujarat
ગુજરાત

રવિવારે ભરૂચના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેતાં કલેકટર

રવિવારે ભરૂચના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેતાં કલેકટર
X

  • ભરૂચના કલેટર રવિ અરોરાએ સહ પરિવાર ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી
  • ભરૂચ સીટીઝન કાઉન્સીલ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઇન્ટિરિયર ડીઝાઇનર ભરૂચના સભ્યો તથા ભરૂચ નગરપાલિકાના નવ નિયુક્ત પ્રમુખ અને મુખ્ય અધિકારી સહિતના કફલાને જોઈને જુના ભરૂચ શહેરમાં લોકોમાં કુતુહલ

રવીવારે સવારે કલેકટર સહિત ભરૂચ સીટીઝન કાઉન્સીલ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઇન્ટિરિયર ડીઝાઇનર ભરૂચના સભ્યો તથા ભરૂચ નગરપાલિકાના નવ નિયુક્ત પ્રમુખ અને મુખ્ય અધિકારી સહિતના કફલાને જોઈને જુના ભરૂચ શહેરમાં લોકોમાં કુતુહલ થયું હતું.

ભરૂચમાં હેરિટેજ ટુરની શરૂઆત ભૃગુ ઋષિ મંદિર થી દશાશ્વમેઘ ઘાટ, હાજીખાના બજારમાં આવેલ ભૂખણ ધોબીની ધર્મશાળા, જુમ્મા મસ્જિદ, પારસી અગિયારી, બેગમ વાડી અને હૈદર સાહેબની સરદાર હવેલી થી ભરૂચના ઐતિહાસિક કોટની પણ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. મુલાકત દરમિયાન કલેકટરે ભરૂચની ભવ્યતાને ઉજાગર કરવા શું થઈ શકે તે શક્યતાઓ ઉપર પણ ચર્ચા વિચારણા કરી હતી.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="52284,52285,52286,52287,52288"]

આમ તો, ભરૂચએ ભારતનું અતિ પૌરાણિક અને ઐતિહાસિક શહેર છે. કાશી પછીના બીજા પૌરાણિક શહેર તરીકે ભરૂચ પ્રચલીત છે. ભગવાન વિષ્ણુ, લક્ષ્મી, વરાહ અવતાર, વામન, ભૃગુ ઋષિ, જમદગ્નિ ઋષિથી લઈને વિશ્વને ખેડનારની ભરૂચના કલેકટર રવિ અરોરાએ સપરિવાર રવિવારે ભરૂચના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી. જેમાં ડચ, બ્રિટિશ, હુણ, રોમન, મરાઠા અને મુગલોએ ભરૂચના ભવ્ય બંદરે થી પ્રવેશી ભરૂચ ને લૂંટયું અને અહીં થી જ ભારતના અનેક વિસ્તારોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું હતું.

વિશ્વની તમામ સંસ્કૃતિઓને ભરૂચે સ્થાન આપ્યું. પરંતુ આ ઐતિહાસિક વિરાસતોને જાળવી રાખવામાં ભરૂચ ઉણું ઉતર્યું છે ત્યારે ભરૂચના ઉત્સાહી કલેકટર ભરૂચની અસ્મિતા પુનઃ જીવિત કરવા સક્રિય બનતા, જુના ભરૂચ શહેરના લોકોમાં પણ એક આશાનું કિરણ જન્મ્યું છે. એમ ભરૂચ સિટીઝન કાઉન્સીલના પ્રમુખ જીવરાજભાઈ પટેલે જણાવ્યું હતું.

જો કે રવિવારની મુલાકાત માત્ર ઔપચારિક હતી. જેમાં નર્મદા પ્રેમી હરીશ જોશી, નગરપાલિકા પ્રમુખ સુરભી તમાંકુવાલા, મુખ્ય અધિકારી સંજય સોની અને ટ્રિપલ આઈ.ડી.ના કદમ શાહ, બુસરા કોન્ટ્રાકટર સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા.

Next Story