Connect Gujarat
ગુજરાત

રશિયામાં યોજાયેલા પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપમાં જામનગરના પિતા-પુત્રએ મેળવ્યો ગોલ્ડ મેડલ

રશિયામાં યોજાયેલા પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપમાં જામનગરના પિતા-પુત્રએ મેળવ્યો ગોલ્ડ મેડલ
X

રશિયામાં યોજાયેલી પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપની

સ્પર્ધામાં જામનગરના પિતા પુત્રએ ઇન્ડિયા તરફથી ભાગ લઇ ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર

વિશ્વભરમાં ભારત અને જામનગર જિલ્લાનું નામ રોશન કર્યું

છે.

રશિયામાં પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપનું આયોજન કરવામાં

આવ્યું હતું. જેમાં જામનગરથી

ઈન્ડિયાની ટીમ વતી કર્ણદેવસિંહ જાડેજા અને તેમના પુત્ર અભિમન્યુસિંહ જાડેજા ઉપરાંત

કર્ણદેવસિંહના શિષ્ય અને માનીતાબેન, કોમલ ત્રિવેદી ભાગ

લેવા માટે ગયા હતા. જ્યાં પિતા-પુત્રની

જોડીએ ઓલરાઉન્ડ ઉત્કૃષ્ટ દેખાવ કરી ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ જીતી સમગ્ર વિશ્વમાં પાવર

લિફ્ટિંગ સ્પર્ધામાં ભારત દેશ અને જામનગરનું નામ રોશન કર્યું છે.

રશિયામાં પાવર લિફ્ટિંગ

વર્લ્ડ કપમાં જીત હાંસલ કરતા પિતા-પુત્રના પર્ફોર્મન્સને લઇને

પાવર લિફ્ટિંગમાં ભારત વર્લ્ડ કપ જીતી ચૂક્યો છે. કર્ણદેવસિંહ સતત બીજી વખત વર્લ્ડ

ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો છે. આ ઉપરાંત પુત્ર અભિમન્યુસિંહે પણ ટીમ ઇન્ડિયામાં સૌથી નાની વયના ખેલાડી તરીકે ડેબ્યુ કર્યું હતું. ત્રણ ગોલ્ડ મેડલ જીતીને નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેમની

સાથે ગયેલા કોમલબેન ત્રિવેદીએ પણ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. આ વર્લ્ડ કપમાં

દુનિયાભરમાંથી ૧૮૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં જામનગરના પિતા-પુત્રની

જોડીએ ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ જીતી વિશ્વભરમાં જામનગરનો

ડંકો વગાડ્યો છે.

Next Story