Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના હસ્તે જળસંચય અભિયાનનો પ્રારંભ

રાજકોટઃ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના હસ્તે જળસંચય અભિયાનનો પ્રારંભ
X

રાજકોટ શહેરમાં આવેલાં રાંદરડા તળાવ ખાયે યોજાયો હતો કાર્યક્રમ

રાજ્યભરમાં આજે 1લી મે, ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજય સરકાર દ્વારા એક મહિનો સુધી ચાલનારી સુજલામ સુફલામ જળસંચય યોજનાનો મુખ્યમંત્રીનાં હસ્તે ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વરથી પ્રારંભ કરવામાં આવ્યો છે. સાથોસાથ રાજ્યનાં તમામ જિલ્લાોમાં પણ સરકારનાં મંત્રીઓની ઉપસ્થિતિમાં આ અભિયાનને શરૂ કરવામાં આવ્યું હતું.

રાજકોટ શહેરમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા રાંદરડા તળાવ ખાતેથી સુજલામ સુફલામ જળસંચય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત રાજ્યના 13000 તળાવો, ચેકડેમો ઊંડા કરવામાં આવનાર છે. જે પૈકી રાજકોટ જિલ્લામાં કુલ 215 જળાશયોને પુનઃજીવિત કરવામાં આવશે. સાથે જ 24 મોટા અને 215 નાના તળાવો ઊંડા કરી તેમાંથી કાંપ બહાર કાઢવામાં આવશે. તળાવો અને ડેમોમાંથી નીકળેલો કાંપ ખેડૂતો તેમજ જરૂરિયાતમંદ તમામ લોકોને નિઃશુલ્ક આપવામાં આવશે. માનવામાં આવે છે કે આ યોજનાથી આવતા દિવસોમાં જળની સંગ્રહ શક્તિ વધશે. સૌરાષ્ટ્રની પાણી પરિસ્થિતિ ભૂતકાળ બની જશે.

Next Story