Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ ટીપર વાનની અડફેટે સફાઈ કામદારનું મોત, વાલ્મિકી સમાજમાં ભારે રોષ

રાજકોટઃ ટીપર વાનની અડફેટે સફાઈ કામદારનું મોત, વાલ્મિકી સમાજમાં ભારે રોષ
X

વાલ્મિકી સમાજે મૃતકની પત્નીને નોકરી અને રહેવા માટે ઘરની પાલિકા પાસે માંગણી કરી

રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં મહાનગરપાલિકાની ટીપરવાનની હડફેટે સફાઈ કામદાર નું મોત નિપજ્યુ છે. ટીપરવાન રિવર્સમાં જઈ રહી હતી. તે દરમિયાન પાછળ ઉભેલા સફાઈ કર્મચારીનું મોત નીપજ્યું છે. વાલ્મિકી સમાજના યુવાનનું મોત થતાં સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી. વાલ્મિકી સમાજ દ્વારા મૃતક યુવાનના પત્નીને નોકરી અને રહેવા મકાનની માંગણી કરવામાં આવી હતી.

રાજકોટના રૈયાધાર વિસ્તારમાં ટીપર વાનની અડફેટે સફાઈ કામદારનું મોત નીપજ્યું છે. ટીપર વાન રિવર્સ જઈ રહી હતી. દરમિયાન પાછળ ઉભેલા સફાઈ કામદારનું ટીપરવાનમાં કચડાઈ જવાથી મોત નીપજ્યું હતું. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. વાલ્મિકી સમાજના સફાઈકામદારના મોતને લઇને સમગ્ર વાલ્મિકી સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી.

https://youtu.be/2r71kgBt3vE

સમાજના લોકો દ્વારા મનપા પાસે કેટલીક માંગણી કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશ્નર સાથે બેઠક કરી માંગણી કરી હતી કે, મૃતક યુવાનના પત્નીને નોકરી તેમજ રહેવા મકાન આપવામાં આવે. જે માંગણી સંતોસયા બાદ સમાજના લોકો દ્વાર મૃતદેહનો સ્વીકાર કરી અંતિમ વિધિ માટે કાર્યવાહી હાથ ધરી છે. મૃતકની પત્નીએ એવી પણ માંગ કરી છે કે, પરિવારનું ભરણ પોષણ કરવા તેમને કાયમી નોકરી આપવમાં આવે. જેથી સારી રીતે પરિવારનું ગુજરાન ચલાવી શકે.

રાજકોટ શહેરમાં કુલ 300 જેટલી ટીપરવાન કાર્યરત છે. જે કોન્ટ્રાકટ પર ચલાવવામાં આવી રહી છે. આજ રોજ ટીપરવાન હડફેટે યુવાનના મોત બાદ હવે તંત્ર જાગ્યું છે. યુવાનના મોત બાદ મનપા કમિશનર દ્વારા એજન્સી સામે તપાસના આદેશ આપી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. એટલું જ નહિ આજ રોજ અકસ્માત દરમિયાન જે વ્યક્તિ ટીપરવાન ચલાવતો હતો તે વ્યક્તિ પાસે ડ્રાયવિંગ લાયસન્સ ન હોવાનું પણ સામે આવી રહ્યું છે. મનપા દ્વારા સમાજની માંગણી સંતોષી તબક્કે મૃતક યુવાનની પત્નીને નોકરી આપવાની ખાતરી આપી છે.

ટીપરવાનના હડફેટે યુવાન ના મોતમાં મનપાની બેદરકારીને કારણે મોત નીપજ્યાના આક્ષેપો વાલ્મિકી સમાજ દ્વારા કરવામાં આવ્યા હતા.. જેમાં હાલ પોલીસે ટીપરવાનના ડ્રાયવર વિરુધ્ધ ગુનો નોંધી મૃતદેહને પોસમોટમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. મહત્વ ની વાત એ છે કે આ અગાઉ પણ ટીપરવાન હડફેટે એક બાળકનું મોત નીપજ્યું હતું. આજે ફરી એક સફાઈકામદારનું મોત નીપજ્યું છે. ત્યારે તંત્ર દ્વારા એજન્સી સામે તપાસ ના આદેશ જ આપવામાં આવ્યા છે. અવારનવાર ટીપરવાન ની બેદરકારી બનાવ સામે આવવા છતાં શા માટે એજન્સી રદ કરવામાં નથી આવતો તે મોટો સવાલ છે.

Next Story