Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ સતત બીજા દિવસે હત્યાનો બનાવ, 22 વર્ષીય યુવાનના 4 શખ્સોએ કરી હત્યા

રાજકોટઃ સતત બીજા દિવસે હત્યાનો બનાવ, 22 વર્ષીય યુવાનના 4 શખ્સોએ કરી હત્યા
X

ભગવતીપરાનાં જયપ્રકાશ નગરમાં રહેતા અકબરનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી

રાજકોટનાં રૂફડીયા પરા વિસ્તારમાં યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે. યુવાનને કેટલાંક શખ્સોએ ધોકા વડે માર મારતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતાં તેનું મોત નિપજ્યું હતું. રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે હત્યાનો બનાવ સામે આવતાં પોલીસ તંત્ર દોડતું થયું છે.

રાજકોટ શહેરમાં આવેલાં રૂખડીયા પરા વિસ્તાર પાસે આવેલ સુલભ શૌચાલય સામે ચાર યુવાનોએ અકબર રાઉમા નામના 22 વર્ષીય યુવાન ધોકા પાઇપ વડે માર મારતા ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો. જેને તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેને ગંભીર ઈજા પહોંચી હોવાથી તાત્કાલિક અસરથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. શહેરનાં ભગવતીપરાનાં જયપ્રકાશ નગરમાં રહેતા અકબરનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. તો ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ હતી. પોલીસે હુમલાખોરો પૈકી એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. જેની હાલમાં પુછપરછ કરવામાં આવી રહી છે.

Next Story