Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ સ્વિમિંગપુલમાં 400થી વધુ મહિલાઓના એકવા યોગા

રાજકોટઃ સ્વિમિંગપુલમાં 400થી વધુ મહિલાઓના એકવા યોગા
X

રાજકોટ કોર્પોરેશન અને જુદી જુદી સંસ્થાઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામા આવી

આજે 21મી જુન એટલે કે વિશ્વ યોગ દિવસ. ત્યારે રાજકોટમા 20 હજારથી વધુ લોકો યોગ દિનની ઉજવણી કરી શકે તે માટે રાજકોટ કોર્પોરેશન અને જુદી જુદી સંસ્થાઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામા આવી હતી.

રાજકોટ મનપા દ્વારા રાજકોટમાં વિવિધ પાંચ સ્થળે યોગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ યોગ કાર્યક્રમમાં રાજકોટ શહેરના 10 હજાર જેટલા લોકોએ ભાગ લીધો હતો. ત્યારે રાજકોટમાં આ વર્ષે એક્વા યોગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રાજકોટ શહેરની ૬ વર્ષથી ૮૫ વર્ષની મહિલાઓએ ભાગ લીધો હતો.એક્વા યોગની તૈયારીઓ મહિલાઓ ઘણા સમયથી કરતી હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાર જેટલા સ્નાનાગારમા એકવા યોગ કરી શકે તે પ્રકારની વ્યવ્સથા ગોઠવવામા આવી હતી. ચાર જેટલા સ્નાનગારમા કુલ 400થી વધુ મહિલાઓએ એકવા યોગા કર્યા હતા. જેમા ૬ થી ૮૪ વર્ષની 400થી વધુ મહિલાઓએ સામુહિક એકવા યોગ કર્યા હતા. સતત ૪૫ મિનિટ સુધી નમસ્કાર મુદ્રા, જ્ઞાન મુદ્રા, ઉત્કટાસન, હસ્તાસન, તાળાસન, વજ્રાસન, અર્ધચક્રાસન, ભદ્રાસન, શવાસન વગેરે જેવા એકવા યોગાસનો કરાવ્યા હતા.

Next Story