Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ 8 કિલો ઉપરાંતનાં 81 લાખનાં ચરસ સાથે 4 શખ્સો ઝડપાયા

રાજકોટઃ 8 કિલો ઉપરાંતનાં 81 લાખનાં ચરસ સાથે 4 શખ્સો ઝડપાયા
X

નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ત્રણ શખ્સોનાં ઘરે સર્ચ કરતાં મળી આવ્યો ચરસનો જથ્થો

રાજકોટ શહેરમાંથી નાર્કોટિક્સ વિભાગની ટીમે 4 શખ્સોને 8.132 કિલોગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. નાર્કોટિક્સે બાતમીના આધારે ત્રણ શખ્સોનાં ઘરે સર્ચ કરતાં રૂપિયા 81.32 લાખ ઉપરાંતના ચરસના જથ્થા સાથે ચારેયની ધરપકડ કરી હતી.

રાજકોટ પંથકમાં યુવાધન ચરસ જેવા માદક પદાર્થોના રવાડે ચઢતાં અટકાવવા પોલીસે ડ્રાઈવ હાથ ધરી હતી. જેમાં શહેરના જંગલેશ્વરમાં કેટલાક શખ્સો પાસે ચરસ-ગાંજાનો જથ્થો હોવાની બાતમી મળતા એનસીબી ટીમે એસઓજી અનો ભક્તિનગર પોલીસને સાથે રાખી દરોડો પાડ્યો હતો. જેમાં આ વિસ્તારમાં 13/19ના ખૂણે રહેતા મહેબૂબ ઓસમાણભાઇ ઠેબાના ઘરમાં ત્રાટકી તપાસ કરતા ચરસ-ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

મહેબુબની સાથે તેના ઘરમાં ઇલ્યાસ હારૂનભાઇ સોરા, જાવેદ ગુલમહમદભાઇ દલ અને રફિક ઉર્ફે મેમણ હબીબભાઇ લોયા પણ હાજર હોય મહેબૂબ સહિત આ ત્રણેયની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે પંચોની હાજરીમાં કાર્યવાહી કર્યા બાદ ચારેય સામે એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી હતી.

Next Story