Connect Gujarat
ગુજરાત

રાજકોટના આંગણે IPL મેચ માટે ખેલાડીઓનું આગમન

રાજકોટના આંગણે  IPL મેચ માટે ખેલાડીઓનું આગમન
X

રાજકોટમાં આગામી 7 એપ્રીલના રોજ IPL સિઝન 10ની ત્રીજી મેચ રમાશે. અને કોલકતા નાઈટ રાઈડર્સની ટીમ શહેરની હોટલ ફોર્ચુયનમાં રોકાઈ છે. જણા કારણે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

રાજકોટમાં શાહરુખ ખાનની કેકેઆર ટીમના ખેલાડીઓનું આગમન થયુ હતુ. ત્યારે શહેરના ૧૫૦ ફૂટ રીંગરોડ પર આવેલ હોટલ ફોર્ચ્યુનમાં ખેલાડીઓના કેમ્પને લઇને આ હોટેલ નો ગેટઅપ પણ ચેન્જ થયો છે. તેમજ દરેક સ્થાન પર IPL 10 અને શાહરુખ ખાન ની ટીમનાં કટઆઉટ ગોઠવવામાં આવ્યા છે.

હોટેલ ફોર્ચ્યુનમાં કોલકતા નાઈટ રાઈડર્સની ટીમ માટે તેમજ ખાસ કરીને ખેલાડીઓના રોજીંદા જીમ સ્વીમીંગ સહિત સુવિધાઓ પણ ઉભી કરાઈ છે. ખેલાડીઓના ડાયટ ફૂડ ચાર્ટ મુજબ અન્ય મેનુ સાથે સવારે નાસ્તામાં ગાંઠીયા જલેબીનો નાસ્તો અને ખીચડી કઢી સહિત કાઠીયાવાડી વાનગીઓનો રસથાળ પણ પીરસવામાં આવશે.

Next Story