Connect Gujarat
ગુજરાત

રાજકોટના સાપર વેરાવળ ખાતે કચરો વિણવા બાબતે કરાઇ યુવાનની હત્યા

રાજકોટના સાપર વેરાવળ ખાતે કચરો વિણવા બાબતે કરાઇ યુવાનની હત્યા
X

રાજકોટના સાપર વેરાવળ ખાતે મજૂરી કામ કરી પેટિયુ રળતા એક યુવાનને કચરો વીણવા બાબતે મારમારી મોત નીપજાવવાનો બનાવ સામે આવતા ખળભળાટ ફેલાયો છે.

મળતી પ્રાથમિક વિગત અનુસાર રાજકોટના સાપર વેરાવળ ખાતે ૩૫ વર્ષીય યુવાન અને તેની પત્ની રાદડિયા ઇન્ડસ્ટ્રીઝ નજીક કચરો વિણતા હતા.દરમિયાન કારખાનેદાર તથા તેના કામદારો દ્વારા ચોરી કરવાના આક્ષેપ સાથે યુવાન તથા તેની પત્નીને બે રહેમીથી મારમારતા ગંભીર ઇજાઓના પગલે યુવાનું ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યું હતું. બનાવની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી મૃતક યુવાનની લાસ ને પી.એમ અર્થે ખસેડી મરનાર યુવાનની પત્નીની ફરીયાદ નોંધી તેમને બેરહેમી પૂર્વક મારમારનાર કારખાનેદાર તથા કામદારો વિરૂધ હત્યાનો ગુનો નોંધી મારથી ઘાયલ યુવાનઈ પત્નીને સારવાર અથે ખસેડી હતી.

Next Story