Connect Gujarat
ગુજરાત

રાજકોટની ઇમ્પિરિયલ પેલેસ હોટલમાં ચાર આંતકીઓને ઠાર કરતા NSG કમાન્ડો

રાજકોટની  ઇમ્પિરિયલ પેલેસ હોટલમાં ચાર આંતકીઓને ઠાર કરતા NSG કમાન્ડો
X

રાજકોટની ઇમ્પિરિયલ પેલેસ હોટલ ખાતે 4 આંતકીઓ ઘુસ્તા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અને NSG કમાન્ડો દ્વારા દિલધડક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતુ.

રાજકોટ પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.અને ઇમ્પિરિયલ પેલેસ હોટલની બન્ને બાજુએ પોલીસે રસ્તા પણ બંધ કરી દીધા હતા. અને NSGનાં 2 એસએસપી, 9 એસપી, તેમજ પી.આઈ, પી.એસ.આઈ તથા હેડ કોન્સ્ટેબલ, કોન્સટેબલ કક્ષાના કુલ 108 અધિકારીઓ દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યુ હતુ.

NSG કમાન્ડો દ્વારા હોટલમાં ઘૂસેલા આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.અને ઓપરેશન પુર્ણ થતાની સાથે જ NSGના કમાન્ડિંગ ઓફિસરે મોકડ્રિલ હોવાનુ જાહેર કર્યુ હતુ. તો સાથેજ મોકડ્રિલ આગામી બે દિવસો સુધી ચાલુ રહેવાનુ પણ જણાવ્યુ હતુ. 2008માં મુંબઈ પર થયેલ સિરિયલ બ્લાસ્ટ બાદ એનએસજીના સ્ટેટ હબ પણ બનાવવામાં આવ્યા છે.

NSGના કમાન્ડિંગ ઓફિસરે જણાવ્યુ હતુ કે વર્ષ 2008 પહેલા NSGનુ એક જ હબ હતુ. ત્યાર બાદ પાંચ સ્ટેટ હબ બનાવવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના અમદાવાદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો વર્ષ 2008માં થયેલ હુમલા બાદ મોકડ્રિલની સંખ્યામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે.

Next Story