Connect Gujarat
ગુજરાત

રાજકોટની પુજારા ટેલિકોમ બહાર ગેસનો બાટલો લીક થતા થયો બ્લાસ્ટ, જુઓ CCTV

રાજકોટની પુજારા ટેલિકોમ બહાર ગેસનો બાટલો લીક થતા થયો બ્લાસ્ટ, જુઓ CCTV
X

રાજકોટ 25 ડિસેમ્બર એટલે કે ક્રિસમસનો પવિત્ર તહેવાર. ત્યારે રાજકોટ ભરમાં ક્રિસમસના તહેવારને લઈ અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. શોપિંગ મોલમાં અને મોટી દુકાનો બહાર લોકોને આકર્ષવા માટે અનોખા આયોજન કરવામાં આવ્યા છે.

[playlist type="video" ids="78779"]

ત્યારે શહેરના રાજમાર્ગો પર સવારથી સાનતાની કેપ અને હાર્ટ શેપના બલૂન વહેંચાઈ રહ્યા છે. ત્યારે રાજકોટના સરદાર નગર મેઈન રોડ પર આવેલ પુજારા ટેલિકોમ બહાર એક ફુગ્ગા વહેંચવા વાળી મહિલાનો ગેસ ભરેલ બાટલો લીક થતા બ્લાસ્ટ થયો હતો. જેમાં પુજારા ટેલિકોમના ત્રણ કર્મીઓ અને ફુગ્ગા વહેંચવા વાળી મહિલા દાજયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. તમામ દાઝેલા વ્યકિઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

Next Story