રાજકોટની ફેમસ ચટણી આપશે ફરસાણનો ચટપટો સ્વાદ
BY Connect Gujarat17 Oct 2017 6:25 AM GMT
X
Connect Gujarat17 Oct 2017 6:25 AM GMT
કહેવાય છે કે, રાજકોટની ચટણીને એકવાર જો કોઈ ચાખી લે, તો તેનો સ્વાદ જીભેથી છૂટતો નથી. જેના સંબંધીઓ કે મિત્રો રાજકોટ રહેતા હોય તો તેઓ રાજકોટથી સ્પેશિયલ આ ચટણી મંગાવી લેતા હોય છે, અને ફ્રિજમાં સ્ટોર કરે છે. ત્યારે એકવાર જો તમે તેને બનાવતા શીખી જશો, તો રાજકોટ થી મંગાવવાની રાહ નહિ જોવી પડે. આ ચટણી એકદમ આસાની થી બની જશે. તો જાણી લો રાજકોટની ફેમસ ચટણી બનાવવાની રીત.
ચટણી બનાવવા માટેની સામગ્રી :
1 કપ આખા સિંગદાણા
5 નંગ સમારેલા લીલા મરંચા
1/2 ટી.સ્પૂન લીંબુનાં ફૂલ
1/4 ટી.સ્પૂન મીઠું
ચપટી હળદર
ચટણી બનાવવાની રીત :
- સિંગદાણાને ૪ થી ૫ કલાક પલાળી દો. હવે મિક્સર જારમાં બધી વસ્તુઓ ભેગી કરી પીસી લો.ફાઇન પેસ્ટ કરી લો. બસ તૈયાર છે ટેન્ગી અને સ્પાઈસી ચટણી.
- આ ચટણીને વેફર, ચીપ્સ, ભજીયા, સમોસા, ચેવડો તથા અન્ય સાથે ખાઈ શકાય.
આ ચટણી સુકી જ ૪-૫ મહીના ફ્રિજમાં સાચવી શકાય. પણ પીરસતી વખતે પાણી જરા પણ ન નાખવું. સુકી જ વાપરી શકાય અથવા જયારે જેટલી વાપરવી હોય તેટલામાં પાણી કે દહીં ઉમેરીને ગમે ત્યારે તેનો સ્વાદ માણી શકાય છે.
Next Story