Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા આઈસ્ક્રીમ પાર્લરમાં ચેકીંગ થી ફફડાટ

રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા આઈસ્ક્રીમ પાર્લરમાં ચેકીંગ થી ફફડાટ
X

રાજકોટ મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ દ્વારા હનુમાન મઢ્ઢી ચોક ખાતે આવેલ અમુલ પાર્લરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ ચેકિંગ દરમિયાન પાર્લર માંથી મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો ઝડપાયો હતો, તેમજ મોટા પ્રમાણમાં દુકાન માંથી વંદા અને ઉંદરો હોવાનું સામે આવ્યુ હતુ.

[gallery td_select_gallery_slide="slide" ids="39919,39920,39921,39922,39923,39924,39925,39926,39927,39928,39929,39930,39931,39932,39933"]

અખાદ્ય જથ્થાનો ઘટના સ્થલ પર જ આરોગ્ય વિભાગની ટીમે નાશ કરી સંચાલકને નોટિસ ફટકારી હતી.

આરોગ્ય વિભાગનાં ચેકિંગ દરમિયાન નુડલ્સ, ખાખરા, બિસ્કીટ, જયુશ, કાજુકતરી, કુલ્ફી આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, બેકરી આઈટમ તેમજ નમકીન અને સોસ મળી આવ્યા હતા, જેનો નાશ કરવામાં આવ્યો હતો.

Next Story