Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં ઠંડીમાં હેલ્થ ઇઝ વેલ્થનું સૂત્ર અપનાવતા નાગરિકો

રાજકોટમાં ઠંડીમાં હેલ્થ ઇઝ વેલ્થનું સૂત્ર અપનાવતા નાગરિકો
X

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડી પડી રહી છે. બીજી બાજુ ઠંડીથી રક્ષણ મેળવવા લોકોએ જાત જાતનાં નુશખા અપનાવતા થયા છે. ત્યારે શિયાળામાં રાજકોટ વાસીઓ પોતાનું આરોગ્ય સ્વસ્થ રહે તે માટે મોર્નિંગ વોક થી લઈ ફ્રેશ જયુસ અને બાફેલા કઠોળ અને સુપ પીતા થયા છે.

શિયાળામાં પોતાનું આરોગ્ય ન જોખમાય તે માટે રાજકોટ વાસીઓ શક્ય તેટલા ઉપાયો કરી રહ્યા છે. કોઈ જીમ જઈ કસરત કરે છે. તો કોઈ રેસકોર્ષ રીંગ રોડ પર મોર્નિંગ વોક કરતા નજરે પડે છે. ત્યારે હાલ શિયાળામાં મોર્નિગ વોક પત્યા બાદ રાજકોટ વાસીઓને લાગ્યો છે એક અનોખો જ ચસકો. મોર્નિગ વોક પત્યા બાદ રાજકોટ વાસીઓ જુદા જુદા સ્વાસ્થય વધર્ક નેચરલ જયુસ અને સુપ પી રહ્યા છે, અને દિવસ દરમિયાન તાજગીનો અનુભવ કરી રહ્યા છે.

નેચરલ સુપ કઠોળ અને જયુસ બનાવનાર ભરતભાઈએ કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે તેઓ ઘણા વર્ષોથી સ્વાસ્થ્ય વર્ધક નેચરલ સુપ કઠોળ અને જયુસ બનાવે છે. તેમને ત્યાં 14 પ્રકારનાં નેચરલ જયુસ મળે છે. એવુ કહેવાય છે કે નેચરલ જયુસ પિવાથી પગના સાંધાના દુખાવા, માથાનો દુખાવો, ડાયાબીટીસ જેવા અસાધ્ય રોગો માંથી રાહત મેળવી શકાય છે. ત્યારે હાલ રાજકોટમાં લોકો મોર્નિગ વોકની પણ મજા માણી રહ્યા છે. તો મોર્નિંગ વોક પુર્ણ થયા બાદ માણી રહ્યા છે. નેચરલ સુપ અને જયુસની મજા. ત્યારે હાલ રાજકોટ વાસીઓએ મોર્નિંગ વોક પુરી કર્યા બાદ ચા અને ગાઠીયાને બાયબાય કિધું છે, જ્યારે તેઓ ફ્રેશ જયુસ અને સુપને મોસ્ટ વેલકમ કહી રહ્યા છે.

Next Story