Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં ત્રિ દિવસીય મોદી ફેસ્ટનું આયોજન

રાજકોટમાં  ત્રિ દિવસીય મોદી ફેસ્ટનું આયોજન
X

રાજકોટમાં તારીખ 8, 9 અને 10ના રોજ રેસકોર્ષ ખાતે મોદી ફેસ્ટનું આયોજન કરવામાં આવશે. આ ફેસ્ટની અંદર કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ ત્રણ વર્ષની કામગીરી અંગે પ્રદર્શન યોજવામાં આવશે.

જે અંતર્ગત મોદી ફેસ્ટમાં સરકારની વિવિધ યોજનાથી લોકોને માહિતગાર કરવામાં આવશે. તો સાથો સાથ સરકારે કરેલ કામોનું એક પ્રેઝન્ટેશન પણ લોકો નિહાળી શકે તે માટે એક શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવશે. આ અંગેની માહિતી લોકો સુધી પહોંચે તે માટે ત્રણ દિવસ સુધી મોદી રથ સમગ્ર શહેરમાં ફરશે જેમાં મોદી ફેસ્ટના આયોજનને લગતી બાબતો દર્શાવીને લોકોને માહિતગાર કરાશે.

આ ઉપરાંત આગામી ઓગષ્ટ મહિનામાં સાતમ આઠમ નિમિત્તે રાજકોટ શહેરમાં દર વર્ષે તંત્ર દ્વારા અવનવી થીમ પર લોકમેળો યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ તારીખ 13 થી 17 ઓગષ્ટ દરમિયાન લોકમેળો યોજવવામાં આવશે.

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં ડો. વિક્રાંત પાંડેએ જણાવ્યુ હતુ કે ગત વર્ષે લોકમેળામાંથી તંત્રને 2.66 કરોડ જેવી આવક થવા પામી હતી. જેમાં કુલ ખર્ચ બાદ કર્યા બાદ તંત્રને 50 લાખથી 1 કરોડ વચ્ચેની રકમ મળી હતી. ત્યારે આ વર્ષે આ આવક બમણી થાય તેવી શક્યતા તેઓએ વ્યક્ત કરી હતી.સાથો સાથ આ વર્ષે ઓકશનની જગ્યાએ ટેન્ડર પ્રક્રિયા અપનાવીને વહિવટી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતુ.

Next Story