Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં દિવસે અને દિવસે વકરી રહ્યો છે રોગચાળો, બીજી તરફ રાજકીય પક્ષો કરી રહ્યા છે આક્ષેપબાજી

રાજકોટમાં દિવસે અને દિવસે વકરી રહ્યો છે રોગચાળો, બીજી તરફ રાજકીય પક્ષો કરી રહ્યા છે આક્ષેપબાજી
X

રાજકોટમા દિવસે અને દિવસે રોગચાળા વકરી રહ્યો છે. બિજી તરફ રોગચાળો ડામવાના બદલે રોગાચાળા મામલે બંને મુખ્ય રાજકિય પક્ષો તરફથી આક્ષેપો પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે. એક તરફથી કોંગ્રેસે આરોગય શાખામાંથી મેળવેલ આંકડા જોઈએ તો 15 દિવસમા 615 ડેન્ગયુના કેસ નોંધાયા છે. બિજી તરફ રાજકોટના મેયર કહી રહ્યા છે કે ડેન્ગયુના કેસ માત્ર 341 જ નોંધાયા છે. આમ, જોવા જઈએ તો એક જ ડિપાર્ટમેન્ટમાંથી કોંગ્રેસ અને ભાજપને જુદા જુદા આંકડાઓ મળી રહ્યા છે. ત્યારે આ મામલે જુઓ અમારો આ રીપોર્ટ જાદુઈ આરોગય વિભાગ

રાજકોટ કોગ્રેસ દ્વારા મંગળવારના રોજ આરોગય વિભાગના મેલેરીયા વિભાગમા સરપ્રાઈઝન ચેકિંગ હાથ ધરવામા આવ્યુ હતુ. જે ચેકિંગ દરમિયાન આરોગય વિભાગના કોમ્પયુટર પર બેસી વિરોધ પક્ષના નેતા અને કોગ્રેસ શહેર પ્રમુખે રોગચાળાના આંકડા મેળવ્યા હતા. જે અંતર્ગત કોંગ્રેસના હાથ લાગી કેટલીંક ચોકાવનારી માહિતી. કોંગ્રેસે આરોગય વિભાગના ચોપડામાંથી ખબર પડી કે છેલ્લા 15 દસમા 615 ડેન્ગયુના કેસ નોંધાયા છે. તે પણ માત્ર 13 હોસ્પિટલમા. બિજી બાજુ રાજકોટ મનપાના આરોગય વિભાગના ચોપડે 1726 હોસ્પિટલ નોંધાયેલી છે. ત્યારે આરોગય વિભાગ દ્વારા સાચા આંકડા જાહેર ન કરવામા આવતો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામા આવ્યો છે.

બિજી તરફ કોંગ્રેસના આક્ષેપ મામલે પ્રત્યુતર આપતા રાજકોટના મેયર બિનાબેન આચાર્યે પ્રેસ કોન્ફરન્સ કરી કોગ્રેસના આરોપોનુ ખંડન કર્યુ હતુ. બિનાબેન આચાર્યે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યુ હતુ કે જાન્યુઆરી થી લઈ 15 ઓકટોબર સુધીમા ડેન્ગયુના 341 કેસ નોંધાયા છે. તો સથે જ જણાવ્યુ હતુ કે કોંગ્રેસ ખોટા આંકડા જાહેર કરી લોકોમા ગેરસમજ ઉભી કરી રહી છે.

મંગળવારના રોજ રાજકોટની સિવિલ હોસ્પિટલમા સારવાર રહલી 11 વર્ષિય તરુણીનુ ડેન્ગયુના કારણે મોત થયુ છે. બિજી તરફ રાજકોટમા કાર્યરત બંને મુખ્ય રાજકિય પક્ષો રોગચાળા મામલે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે.

Next Story