Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં ભારતીય ક્રિકેટ ટીમના સુકાની માટે હોટલમાં અલાયદી વ્યવસ્થા ગોઠવાઈ

રાજકોટમાં ભારતીય ક્રિકેટ ટીમના સુકાની માટે હોટલમાં અલાયદી વ્યવસ્થા ગોઠવાઈ
X

રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે ટેસ્ટ મેચ સિરીઝની પ્રથમ મેચ રમાશે. અને રંગીલા શહેરમાં ઇમ્પિરિયલ પેલેસમાં ભારતીય ટીમના ખેલાડીઓ રોકાણ કરશે, તેઓની વ્યવસ્થામાં કોઈ ખામી ન રહી જાય તે માટે પણ ક્રિકેટ બોર્ડ અને તંત્ર દ્વારા પુરતુ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે.

7

રંગીલા રાજકોટમાં 29 વર્ષથી વન ડે ક્રિકેટ મેચ રમાય છે, ત્યારે હવે ટેસ્ટ મેચ માટે પણ મંજૂરી મળતા રાજકોટવાસીઓ મેચ શરુ થાય તે માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રાજકોટ - જામનગર રોડ પર આવેલા ખંઢેરી ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે મેચ રમાશે. તારીખ 5મીના રોજ ભારત અને ઇંગ્લેન્ડની ટીમ રાજકોટ આવી પહોંચશે.

1

ભારતીય ક્રિકેટ ટીમ જે હોટલમાં રોકાણ કરવાની છે તે હોટલ ઇમ્પિરિયલ પેલેસ ખાતે ટીમ ઈન્ડિયાના ખેલાડી માટે અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો સાથો સાથ ટીમના સુકાની વિરાટ કોહલીને 505 નંબરનો રુમ આપવામાં આવ્યો છે.

3

આ રુમની અંદર તમામ હાઇપ્રોફાઇલ સુવીઘાઓ આપવામાં આવી છે. વિરાટ કોહલીના રૂમની વિશિષ્ટતાની વાત કરીએ તો તેમને સ્યુટ રૂમ આપવામાં આવ્યો છે. જે રૂમમાં જાકુઝી બાથની વ્યવસ્થા રાખવામાં આવી છે. તો સાથો સાથ વિરાટ પોતાની ફુરસદની પળોમાં વાંચન કરી શકે તે માટે એક મિનિ લાઈબ્રેરી પણ ઉભી કરવામાં આવી છે.

2

તો સાથો સાથ ટીમ ઈન્ડિયા માટે એક ખાસ મેનુ રાખવામાં આવ્યુ છે. બીસીસીઆઇ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસીએશનના માર્ગ દર્શન મુજબ બન્ને ટીમો માટે ભોજન તૈયાર કરવામાં આવશે. ટીમ ઈન્ડિયાને કાઠીયાવાડી તેમજ કોન્ટિનેન્ટલ ફૂડ પિરસવામાં આવશે.

5

Next Story