Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં ‘રીક્ષા’ ગેંગ ઝડપાઈ, બે મહિલા સહિત ચાર શખ્સોની પોલિસે કરી ધરપકડ

રાજકોટમાં ‘રીક્ષા’ ગેંગ ઝડપાઈ, બે મહિલા સહિત ચાર શખ્સોની પોલિસે કરી ધરપકડ
X

જો તમે રીક્ષામાં મુસાફરી કરો છો તો થઇ જજો સાવધાન... કારણ કે, રાજકોટ પોલીસે એક એવી ગેંગની ધરપકડ કરી છે જેઓ ઓટોરીક્ષામાં બેસી પેસેન્જરોની કિંમતી વસ્તુઓની ચોરી કરતા હતા. હાલ તો પોલીસે બે મહિલા સહિત ચાર શખ્સોને જેલનાં સળીયા ગણતા કરી દીધા છે.

બે મહિલા સહિત ચાર શખ્સોની પોલિસે કરી ધરપકડ

મહેશ જયંતી કુવરીયા, કિશન વિનુ દેત્રોજા, મંજૂલા ધીરૂ રાઠોડ અને કાજલ કિશન દેત્રોજા. આ શખ્સો પર આરોપ છે રીક્ષામાં પેસેન્જરોની કિંમતી વસ્તુઓ અને રોકડ રૂપીયા ચોરવાનો...સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો, ગત તારીખ 4 એપ્રિલના રોજ બજરંગવાડી વિસ્તારમાં તબીબી પ્રેક્ટીસ કરતા એક તબીબે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં તેમની કાર રીપેરીંગમાં હોવાથી રીક્ષામાં હોસ્પિટલ જવા માટે નિકળા હતા. જોકે રસ્તામાં અન્ય પેસેન્જર મહિલાઓએ તેની સાથે વાતચિત કરીને ચોરવાનો પ્રયાસ કર્યો હોવાની તેને ગંધ આવી જતા તેને રીક્ષા રોકાવી ઉતરી ગયા હતા. જોકે તબીબને શંકા હોવાથી તેને પોતાનું પર્સ તપાસતા ખીસ્સામાંથી 30 હજાર રોકડ સાથેનું પર્સ ગાયબ થઇ ગયું હતું. જેથી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે અલગ અલગ ટીમો કામે લગાવી હતી ત્યારે થોરાડા પોલીસ સ્ટેશનને આ પ્રકારની રીક્ષા ગેંગની બાતમી મળી હતી. જેને આધારે શંકાસ્પદ રીક્ષા ચાલકોની પુછપરછ કરતા આરોપી કિશન દેત્રોજાએ રીક્ષામાં પેસેન્જરોની કિંમતી વસ્તુઓ ચોરતા હોવાનું કબુલ્યું હતું. હાલ થોરાડા પોલીસે ગાંધીગ્રામ પોલીસને આરોપીઓ સોંપતા ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસનાં કહેવા પ્રમાણે આરોપી કિશન દેત્રોજા પેસેન્જર તરીકે તેનાં સાગ્રીત મહેશ કુવરીયા, કાજલ દેત્રોજા અને મંજૂલા રાઠોડને પેસેન્જર તરીકે બેસાડીને નિકળતો હતો. રસ્તામાં એકલ દોકલ પેસેન્જરને બેસાડતા હતા. રીક્ષામાં બેઠેલી મહિલા કાજલ પેસેન્જરને વાતોમાં ચડાવતી હતી ત્યારે આરોપી મહેશ અને મંજૂ રાઠોડ હાથ સફાઇ કરી લેતા હતા. હાલ તો પોલીસે આ ચારેય શખ્સોની પુછપરછ કરતા તેઓ અગાઉ પણ આજ પ્રકારનાં ગુનાઓમાં ગાંધીગ્રામ, ભક્તિનગર, માલવીયાનગર અને તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે. ત્યારે આરોપીઓની પોલીસે પુછપરછ કરી મુદ્દામાલ રીકવર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

રાજકોટ પોલીસે રીક્ષામાં બનતા ગુનાઓને રોકવા ટી નંબર પણ લગાવ્યા છે. જોકે અમુક અંશે ગુનાઓ પર કાબુ આવ્યો છે પરંતું રીક્ષામાં બનતા ગુનાઓ અટકવાનું નામ લેતા નથી. ત્યારે પોલીસે ઝડપી લીધેલી આ રીક્ષા ગેંગની પુછપરછમાં કેટલા ગુનાઓ પરથી પરદો ઉચકાય છે તે જોવું રહ્યું.

Next Story