Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક,ઇનોવા કાર સહિત ના વાહનોને લગાવી આગ

રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક,ઇનોવા કાર સહિત ના વાહનોને લગાવી આગ
X

રાજકોટ ભલે રંગીલુ કહેવાતુ હોય પરંતુ તેની છબી હવે અસામાજિક તત્વોના કારણે ખરડાય રહી છે. અને એવીજ એક ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. અજાણ્યા ઈસમો દ્વારા એક ઇનોવા કાર અને બે બાઇકને આગ લગાવી હતી. જે બનાવને પગલે સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઈ છે.

રાજકોટ શહેરના અમીન માર્ગ પર આવેલ એસ્ટ્રોન સોસાયટી પાસેના ત્રીસા-2ના બંગલા નંબર 16ની બહાર પાર્ક કરેલ ઇનોવા કાર અને બે બાઈક પર ત્રણ અજાણ્યા શખ્સોએ જવલનશીલ પ્રવાહી છાંટીને આગ લગાવી દીધી હતી.

આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી.બનાવ સંદર્ભે માલવિયા નગર પોલીસ મથકમાં દર્જ કરવામાં આવી છે,અને પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story