Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં લૂંટની ઘટનાઓને અંજામ આપનાર આરોપીઓ ઝડપાયા

રાજકોટમાં લૂંટની ઘટનાઓને અંજામ આપનાર આરોપીઓ ઝડપાયા
X

રાજકોટમાં છરીની અણીએ જેકેટની, મોબાઈલ શોપ માંથી મોબાઈલની લૂંટ અને એસઆરપી જવાનની રાઈફલની લૂંટની ઘટના થી શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. અને પોલીસ તંત્રને પડકાર ફેંકનાર ત્રણ આરોપીની ભક્તિનગર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

રાજકોટમાં છેલ્લા થોડા દિવસોથી લૂંટની અલગ અલગ ઘટનાઓ સામે આવી હતી. શહેરમાં સૌ પ્રથમ છરીની અણીએ જેકેટ ની લૂંટ ચલાવી તેના બે કલાક બાદ મોબાઈલની દુકાન માંથી મોબાઈલની લૂંટ ચલાવી બે શખ્સો ફરાર થયા હતા. જેના બીજા દિવસે આજી ડેમ ચોકડી પાસેથી એસઆરપી જવાનની રાઈફલ લૂંટીને બે શખ્સો ફરાર થઇ ગયા હતા.

સમગ્ર શહેરમાં પોલીસે નાકાબંધી કરી હતી. જે રીતે શહેરમાં ગુનાહો વધી રહ્યા હતા તે પોલીસ માટે પણ પડકારરૂપ સાબિત થઇ રહ્યુ હતુ. રાજકોટ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી અને લૂંટની ત્રણેય ઘટનાઓમાં એક જ આરોપી હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે કાયદાનાનાં સંઘર્ષમાં આવેલા આ સગીર આરોપીને પકડી પડયા હતા.

રાજકોટ પોલીસે અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે એક સગીર આરોપી સહિત અન્ય રોહિત ઉર્ફે કાળીયો અને હુશેન બુખારીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ મોટરસાઇકલ અને લૂંટ કરેલુ જેકેટ કબ્જે કાર્ય છે. પોલીસે પકડેલા ત્રયેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને રીઢા ગુનેગાર માનવામાં આવે છે. પોલીસે આરોપીઓને પકડવા વેશ પલ્ટો કરીને અલગ અલગ બે કાર્યક્રમોમાં પણ આરોપીઓની શોધખોળ કરી હતી.

વધુમાં સગીર આરોપી અને હુશેન બંને દ્વારા શહેરમાં અલગ અલગ અનેક ગુનાઓ ને અંજામ આપ્યા છે. બંને આરોપીઓ પૈકી સગીર આરોપી હમણાં જ બાળ સંરક્ષણ ગૃહ માંથી મુક્ત થયો છે. તો અન્ય આરોપી હુશેન પણ થોડા દિવસ પહેલા જ પાસાની સજા ભોગવી પરત આવ્યો હતો. બંને આરોપીએ ફરી થી રાજકોટને બાનમાં લેવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો અને સતત બે દિવસથી રાજકોટમાં અલગ અલગ ગુનાઓ ને અંજામ આપવાની શરૂવાત કરી હતી. પોતાની પ્રસિધ્ધિ અને ચર્ચાઓ થાય તેના માટે આ બંને શખ્સો રાજકોટ શહેરમાં ગુનાહિત પ્રવૃતિઓ કરતા હતા.

પોલીસે પકડેલા સગીર આરોપી અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. સગીર આરોપી સામે શહેરના અલગ આલગ પોલીસ મથકમાં બાર જેટલા ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.

Next Story