Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં IPL મેચ અગાઉ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન મનોરંજન કર મુદ્દે વિવાદ વકર્યો

રાજકોટમાં  IPL મેચ અગાઉ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન મનોરંજન કર મુદ્દે વિવાદ વકર્યો
X

રાજકોટમાં તારીખ 7મી એપ્રિલ થી IPL સીઝન 10ની ત્રીજી મેચ રમાશે. જોકે મેચ અગાઉ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન મનોરંજન કર ન ભરવાના કારણે વિવાદમાં સપડાય છે.

IPL ની ત્રીજી મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ગુજરાત લાયન્સ અને કોલકતા નાઈડ રાઈડર્સ વચ્ચે રમવામાં આવશે. આ વખતે રાજકોટમાં કુલ પાંચ IPL મેચ રમાશે. પરંતુ મેચ દરમિયાનનો મનોરંજન કર અંગેની ગણતરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. IPL જેવી કોમર્શિયલ ઈવેન્ટ માટેનો મનોરંજન કર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન ભરવામાં આવ્યો નહોવાનું જાણવા મળ્યુ છે.

ગત વર્ષે એસીએને મનોરંજન પેટે 1.92 કરોડ ચુકવાના હતા. જે અંગે રાજકોટના તત્કાલિન કલેકટર મનિષા ચાંદ્રાએ રાજ્ય સરકારને લેખીત જાણ પણ કરી હતી. જો કે તેમછતાં એસીએના સભ્યો મનોરંજન ટેક્ષ ભરવા માટે ટસના મસ થયા ન હતા.

જોકે કલેકટર વિક્રાંત પાંડેએ જણાવ્યુ હતુ કે મનોરંજન કર બાબતે ઈન્કમટેક્ષ કમિશનર ને પણ જાણ કરવાના છીએ. તેમજ હાલ એસીએના સભ્યો પણ હકારાત્મક રવૈયો અપનાવી રહ્યા છે.

IPL મેચ દરમિયાન ની વ્યવસ્થા માળખાની મુલાકાત પણ કલેકટર ડો.વિક્રત પાંડે એ લીધી હતી,અને ખંઢેરી સ્ટેડિયમ ની વિઝીટ કરીને તંત્રને જરૂરી સૂચનો કર્યા હતા.

Next Story