Connect Gujarat
ગુજરાત

રાજકોટમા ડિમોલેશન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આવ્યા આમને સામને, 6ની અટકાયત

રાજકોટમા ડિમોલેશન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આવ્યા આમને સામને, 6ની અટકાયત
X

રાજકોટમાં મનપા દ્રારા દર બુધવારે વન ડે વન રોડ ઝુંબેશ હેઠળ અલગ અલગ વિસ્તારમાં ડિમોલિશન હાથ ઘરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે બુધવારે વોર્ડ નંબર ૧૩ માં ઓટલા છાપરા તોડવા સવારે મનપાની ટીમ પહોચી હતી. જોકે કોંગ્રેસ વિરોધ કરવા પહોચતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ડીમોલેશન સમયે કોંગ્રેસના કોર્પોરેટરો અને આગેવાનો તેમજ વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. એક સમયે ડીમોલેશન દરમ્યાન મનપાના અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે માથાકૂટ થઇ હતી તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ સામસામે આવી ગયા હતા.

કોંગ્રેસ મહિલા કોર્પોરેટર સહિત 6ની અટકાયત

રાજકોટ મનપા દ્વારા આજે વોર્ડ નંબર ૧૩ માં છાપરા અને ઓટલા ડીમોલેશન હાથ ધરાયું હતું. આનંદ મંગલા ચોક થી સ્વામીનારાયણ ચોક સુધી ડીમોલેશન ની કાર્યવાહી થઇ તે દરમ્યાન વિરોધ અને માથાકુટના દ્રશ્યો સર્જાયા. ક્યાંક પોલીસ અને વેપારી વચ્ચે તો ક્યાંક ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે માથાકુટના દ્રશ્યો સામે આવ્યા. વેપારીઓ અને કોંગ્રેસની માંગ હતી કે આક્ષેપ હતો કે લોકોએ ઘર અને દુકાન બહાર વરસાદી પાણીના નિકાલ અને અટકાવવા ઓટલા બનાવેલા છે જે તોડવા નો જોઈએ. કોંગ્રેસના કોર્પોરેટરે ડીમોલેશન દરમ્યાન રસ્તા વચ્ચે બેસી વિરોધ નોંધાવ્યો હતો જેને પગલે પોલીસે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જાગૃતિ ડાંગર સહીત અન્ય ૬ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.

ડિમોલેશનની કામગીરીમા ડિંડક થતા હોવાનો વેપારીઓનો આક્ષેપ

મનપા દ્વારા દર બુધવારે ડિમોલીશન કરવાની ઝુંબેશને લઇ એક ચર્ચા એવી પણ છે કે મનપાને મોટા મોટા ગેરકાયદે બાંધકામો દેખાતા નથી અથવા તો તેમાં આખ આડા કાન કરે છે. મનપાને માત્ર નાના છાપરા અને ઓટલા જ દેખાય છે તે તોડી સંતોષ માની લે છે. આજે મનપા દ્વારા ડીમોલેશન દરમ્યાન ભાજપ અને કોંગ્રેસના કાર્યક્રરો તેમજ સમર્થક વેપારીઓ પણ સામસામે આવી ગયા હતા. એક સમયે વેપારીઓએ મનપાના અધિકારીઓ પર હપ્તા ઉઘરાવવાનો પણ આક્ષેપ કર્યા હતા તો પોલીસ અધિકારીઓ સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી હતી. સ્વામીનારાયણ ચોક ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થતા પોલીસે વિખેરીયા હતા અને ડીમોલેશન ની કાર્યવાહી આગળ વધારી હતી.

ડિમોલેશનના કારણે ગરમાયુ રાજકારણ

વોર્ડ નંબર ૧૩ માં હાથ ધરાયેલા ડીમોલેશનને કારણે મનપાનું રાજકરણ ગરમાયું છે. પોલીસે કોંગ્રેસના કોર્પોરેટર અને આગેવાનોની અટકાયત કરી હતી તો સાથેજ ભાજપના વોર્ડ આગેવાનોની પણ અટકાયત કરી હતી. મનપાની આ ઝુંબેશ આમતો પાર્કિંગ સહિતની સમસ્યાઓને અટકાવવા માટે કરવામાં આવી રહી છે પરંતુ વોર્ડ મુજબ પોતાના મતદારોના ઓટલા અને છાપરા બચાવવા આ ઝુંબેશ હવે રાજકીય બની ચુકી હોવાની પણ ચર્ચાઓ થઇ રહી છે.

Next Story