Connect Gujarat
ગુજરાત

રાજકોટ:લોકલ ક્રાઈમબ્રાંચે આંગણીયા પેઢીમા થયેલ લૂંટનો ભેદ ઉકેલ્યો, 3 શખ્સોની કરી ધરપકડ

રાજકોટ:લોકલ ક્રાઈમબ્રાંચે આંગણીયા પેઢીમા થયેલ લૂંટનો ભેદ ઉકેલ્યો, 3 શખ્સોની કરી ધરપકડ
X

રાજકોટના જામ કંડોરણામાં થયેલ આંગણિયા પેઢીની લૂંટનો ભેદ ગ્રામ્ય એલસીબીએ ઉકેલી કાઢ્યો છે. ગત તારીખ 7 મેના રોજ દિન દહાડે બપોરના સમયે આર.સી આંગડિયામાં ઘૂસી જઈ બે શખ્સોએ છરીની અણીએ રૂપિયા 8 લાખ થી વધુ ની રોકડ રકમ સહિત મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈને ગ્રામ્ય એલસીબી તપાસ કરી રહી હતી તે દરમ્યાન બાતમીના આધારે પોલીસે જામ કંડોરણાના જ બોરિયા ગામેથી લૂંટમાં સંડોવાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. તો સાથે જ ધરપકડ કરી લૂંટમાં વપરાયેલ હથિયાર, 6.50 લાખ રોકડ સહિત 10.55 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story