Connect Gujarat
ગુજરાત

રાજકોટવાસીઓ તપવા રહેજો તૈયાર, 2031 સુધીમા તાપમાનનો પારો 50 ડિગ્રીને પાર પહોચશે

રાજકોટવાસીઓ તપવા રહેજો તૈયાર, 2031 સુધીમા તાપમાનનો પારો 50 ડિગ્રીને પાર પહોચશે
X

રાજકોટ શહેરના તાપમાનમા દિવસે અને દિવસે વધારો થઈ રહ્યો છે. હાલમા જ રાજકોટ શહેરનુ મહત્મ તાપમાન 46.5 ડિગ્રી નોંધાયુ હતુ. ત્યારે આ અંગે હિટવેવને લઈ મહાપાલિકામા બેઠક મળી હતી. જે બેઠકમા રાજકોટ શહેરનુ તાપમાન 2031 સુધીમા 50 ડિગ્રીને પાર પહોંચશે તેવુ તારણ નિકળ્યુ છે.

ક્યારે કેટલું રહેશે તાપમાન

2001 થી 2010 સુધીમા તાપમાન સરેરાશ કરતા થોડુ વધ્યુ હતુ

2001 થી 2019 સુધીમા તાપમાનમા 4 ડિગ્રીનો વધારો થવા પામ્યો છે

2019 થી 2030 સુધીમા તાપમાનમા 3 ડિગ્રીનો વધારો થઈ શકે તેમ છે

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા મ્યુનિસિપલ કમિશ્નર બંચ્છાનિધી પાની એ જણાવ્યુ હતુ કે રાજકોટના વાતાવરણમા કાર્બન ડાયોકસાઈડનુ પ્રમાણ દિવસે અને દિવસે વધી રહ્યુ છે. જેના કારણે તાપમાનમા વધારો થવા પામી રહ્યો છે. ત્યારે આગામી સમયમા તાપમાનમા કાર્બન ડાયોકસાઈડનુ પ્રમાણ ઘટે અને ઓક્સિજનનુ પ્રમાણ વધે તે માટે પ્રયાસો કરવામા આવશે.

ત્યારે રાજકોટ મહાનગરપાલિકામા મળેલ બેઠકમા રાજકોટ શહેરનુ તાપમાન કઈ રીતે નિચે રાખી શકાય તે માટે પણ કેટલાંક નિર્ણય પણ લેવામા આવ્યા છે.

ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા તાપમાનને લગતા એલર્ટમા પણ ફેરફાર કરવામા આવ્યો છે. જે અંતર્ગત 41 ડિગ્રીની જગ્યાએ 40.5 ડિગ્રી પર જાહેર કરાશે યલો એલર્ટ તો 43 ડિગ્રીની જગ્યાએ 42.5 ડિગ્રી પર જાહેર કરાશે ઓરેન્જ એલર્ટ જ્યારે કે 45 ડિગ્રીની જગ્યાએ 44.5 ડિગ્રી પર જાહેર કરાશે રેડ એલર્ટ. ત્યારે આગામી સમયમા મહાનગરપાલિકા રાજકોટનુ તાપમાન ઘટાડવા ક્યા પ્રકારના ગંભીર પગલા લે છે તે જોવુ અતિ મહત્વનુ રહેશે.

Next Story