Connect Gujarat
ગુજરાત

રાજકોટ આરોગ્ય વિભાગે 4.5 ટનથી વધુ અખાદ્ય મિઠાઈનો કર્યો નાશ

રાજકોટ આરોગ્ય વિભાગે 4.5 ટનથી વધુ અખાદ્ય મિઠાઈનો કર્યો નાશ
X

રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા તહેવારોમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરતા મિઠાઈ અને ફરસાણનાં વેપારીઓ સામે તવાઈ બોલાવી હતી.

દશેરાનાં તહેવારનાં દિવસે લોકો મોટા પ્રમાણમાં મિઠાઈની ખરીદી કરતા હોય છે. ત્યારે રાજકોટવાસીઓનું આરોગ્ય જોખમાઈ નહી તેને લઈ આરોગ્ય વિભાગ સતત ચિંતિત હોય છે.

છેલ્લા દસ દિવસથી રાજકોટ મનપાનાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મિઠાઈ બનાવતા ઉત્પાદકોને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. છેલ્લા દસ દિવસમાં અંદાજીત 4.5 ટન થી પણ વધુ અખાદ્ય મિઠાઈનાં જથ્થાનો નાશ કર્યો હતો.

શહેરનાં નામાંકિત સ્વીટમાર્ટસને નોટિસ પણ પાઠવવામાં આવી છે. જયારે છ જેટલા ઉત્પાદકોને પ્રોડકશન બંધ રાખવાનાં પણ આદેશ કરવામાં આવ્યા છે.

Next Story