Connect Gujarat
ગુજરાત

રાજકોટ : એક તરફી પ્રેમનો આવ્યો કરુણ અંજામ, સગર્ભા પરિણીતા અને એક તરફા પ્રેમીનું થયું મોત

રાજકોટ : એક તરફી પ્રેમનો આવ્યો કરુણ અંજામ, સગર્ભા પરિણીતા અને એક તરફા પ્રેમીનું થયું મોત
X

રાજકોટમાં એક તરફી પ્રેમનો કરૂણ અંજામ આવ્યો છે. શહેરનાં એરપોર્ટ રોડ પર આવેલ ચંદ્રનગરમાં સગર્ભા પરીણીતા પર પ્રેમીએ પેટ્રોલ છાંટી સળગી જવાની ઘટનામાં બન્નેનાં સારવાર દરમિયાન મોત થયા છે. જોકે આ ઘટનાને કારણે બે પરીવારનાં માળા પિંખાઇ ગયા છે.

રાજકોટનાં એરપોર્ટ રોડ પર આવેલા ચંદ્રનગરમાં રહેતા હિતેષ મોટવાણીની પત્ની એકતાને પાંચ માસનો ગર્ભ રહેતા પરીવારમાં ખુશીનો માહોલ હતો. જોકે ગત તારીખ 5 જૂનનાં રોજ હિતેષ મોટવાણીનાં કાકાનો જમાઇ ચેતન પલાણ પેટ્રોલ લઇને ચંદ્રનગરમાં પહોંચ્યો હતો અને એકતાનાં શરીર પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી અને પોતે પણ એકતાને બાથ ભરી સળગી ઉઠ્યો હતો. ગંભીર રીતે બન્નેને રાજકોટ સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા ચેતનને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર કારગત ન નિવડતા બન્નેનાં મોત થતા પરીવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

જે ઘરમાં નાનું બાળક આવવાની ખુશી હતી ત્યાં હાલ શોકનું માતમ જોવા મળી રહ્યું છે. મૃતક એક્તા સગર્ભા હોવાથી પરીવારમાં ખુશી હતી. જોકે એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પોતાનાં જ સાળાની સગર્ભા પત્નીને જીવતી સળગાવતા પહેલા પેટમાં રહેલા બાળકનું અને ત્યારબાદ પરીણીતા એકતાનું મોત થતા પરીવાર પર આભ ફાંટ્યું હતું. મૃતક ચેતન પલાણ મૃતક એક્તાનાં કાકાજીની પુત્રી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બન્નેનાં મોત થતા એક સાથે બે પરીવારનાં માળા પિંખાઇ ગયા છે. જોકે આ ઘટનાને લઇને ગાંધીગ્રામ પોલીસે મૃતક એકતાનાં પતિ હિતેષની ફરીયાદ આધારે ચેતન પલાણ સામે હત્યાનો ગુનો તો દાખલ કરવામાં આવ્યો પરંતુ ચેતનનું મોત થતા પોલીસે પણ કાર્યવાહી કરી ફાઇલ બંધ કરી દીધી હતી.

છેલ્લા એક વર્ષ થી મૃતક ચેતન તેનાં સાળાની પત્ની એક્તાનાં પ્રેમમાં પાગલ થયો હતો. પરીજનો દ્વારા અનેક વખત સમજાવવાનાં પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે એક તરફી પ્રેમમાં પાગલ ચેતન ઝનુનમાં આવીને એકતાને જીવતી સળગાવી પોતે પણ સળગી ઉઠ્યો હતો. બન્નેનાં મોત થતા એક નહિં પરંતું બે પરીવારનાં માળા પિંખાઇ ગયા છે. આ પ્રકારે એક તરફી પ્રેમનો કરૂણ અંત જરૂર આવ્યો છે પરંતુ આ ઘટના સમાજ માટે લાલબતી સમાન છે

Next Story