Connect Gujarat
ગુજરાત

રાજકોટ : એસોજીએ દેશી પીસ્ટલ સાથે હત્યાના ગુનામા સંડોવાયેલ શખ્સની કરી ધરપકડ

રાજકોટ : એસોજીએ દેશી પીસ્ટલ સાથે હત્યાના ગુનામા સંડોવાયેલ શખ્સની કરી ધરપકડ
X

રાજકોટ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દેશી પીસ્ટલ સાથે ચિરાગ નામના આરોપીની ધરપકડ કરવામા આવી છે. કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા એસોજી પિઆઈ સુખવિંદર સિંહ ગડ્ડુએ જણાવ્યુ હતુ કે 31મી ડિસેમ્બરની રાત્રે એસોજીના સ્ટાફના માણસો પેટ્રોલિંગ અને બંદોબસ્તમા વ્યસત હતા. ત્યારે એસોજી બ્રાંચના હેડકોન્સ. આર. કે. જાડેજા, કોન્સ. ક્રિપાલસિંહ ચુડાસમા અને નરેન્દ્રભાઇ ગઢવીએ ગ્રીનલેન્ડ ચોકડીથી આજીડેમ તરફ જવાના રસ્તા પરથી ચિરાગ પટેલ નામના શખ્સની દેશી બનાવટની પિસ્ટસ સાથે ધરપકડ કરી છે.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા એસોજી પિઆઈ સુખવિંદર સિંહ ગડ્ડુએ વધુમા જણાવ્યુ હતુ કે આરોપી ગોંડલના જેતપુર રોડ પર આવેલ માલવીયાનગરમાં રહે છે. તેમજ ભુતકાળમા હત્યાના ગુનામાં પણ સંડોવાઇ ચુક્યો છે. ચાર વર્ષ પહેલા જેતપુર ટોલનાકા પાસે વનરાજ કાઠીની હત્યા કરવામા સામેલ હતો. તેની સાથે મહેશ ઉર્ફ ડાકુ, નિખીલ દોંગા સહઆરોપીઓ તરીકે સામેલ હતા. જે આરોપીઓ પૈકી નિખીલ હજુ જેલમા છે. જ્યારે ચિરાગ અને મહેશ જામીન પર છુટી ગયા છે. પોલીસની પુછપરછમા ચિરાગે પિસ્ટલ મહેશની હોવાનુ જણાવ્યુ છે. ત્યારે પોલીસ હાલ મહેશ ઉર્ફે ડાકુની શોધમા લાગી છે. ત્યારે મહેશ પકડાયા બાદ જ સાચુ શુ છે તે સામે આવશે.

Next Story