Connect Gujarat
ગુજરાત

રાજકોટ : કારચાલકોના રંગમાં તસ્કરોએ પાડયો ભંગ, 10 કારમાંથી મ્યુઝીક સીસ્ટમની કરી ચોરી

રાજકોટ : કારચાલકોના રંગમાં તસ્કરોએ પાડયો ભંગ, 10 કારમાંથી મ્યુઝીક સીસ્ટમની કરી ચોરી
X

રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં કારના કાચ તોડી

મ્યુઝીક સીસ્ટમ ચોરી જતી ટોળકી સક્રિય થતાં કાર માલિકોમાં ફફડાટ ફેલાયો છે. રણછોડનગર, સેટેલાઇટ સોસાયટી, શિવશક્તિ પાર્ક સહિતના

વિસ્તારોમાં પાર્ક કરેલી કારના કાચ તોડી તસ્કરો 10 જેટલી મ્યુઝિક સિસ્ટમ ઉઠાવી ગયા હતા.ગેંગના ત્રણ શખ્સો

સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટ શહેરના સામાકાંઠે રણછોડનગર, સેટેલાઇટ સોસાયટી, શિવશક્તિ પાર્ક સહિતની સોસાયટીમાં ગત મધરાત્રે કારના

કાચ તોડતી કીમંતી સામાન ચોરી જતી ટોળકીએ આતંક મચાવ્યો હતો. શહેરના વિવિધ

વિસ્તારોમાં પાર્ક કરેલી 10 જેટલી કારના કાચ તોડી તેમાંથી મ્યુઝીક સિસ્ટમની ચોરી કરી લઇ ગયા હતા. જે

અંગેની જાણ થતા વાહન માલીકો બી’ ડીવીઝન પોલીસ મથકે દોડી ગયા હતા. પોલીસે ભોગ બનનાર જયસુખ ભંડેરીની ફરીયાદના

આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ઘટના બાદ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી

ફુટેજ તપાસતા ત્રણ જેટલા અજાણ્યા શખ્સો ચોરી કરતાં દેખાયાં હતાં. ફૂટેજના આધારે

પોલીસે ચોર ટોળકીને સકંજામાં લેવાની કવાયત હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પણ આ જ

વિસ્તારોમાં કારના કાચ તોડી ચોરીના બનાવો સામે આવ્યા હતા, ત્યારે ફરી આ ઘટના સામે

આવતા રહેવાસીઓએ નાઇટ પેટ્રોલીંગ વધારવા માટે માંગ કરી છે.



Next Story