Connect Gujarat
ગુજરાત

રાજકોટ ક્રાઇમબ્રાન્ચે ગેરકાયદે હથિયાર સાથે 3 આરોપીની કરી ધરપકડ, કુલ 16 હથિયાર કબ્જે કર્યા

રાજકોટ ક્રાઇમબ્રાન્ચે ગેરકાયદે હથિયાર સાથે 3 આરોપીની કરી ધરપકડ, કુલ 16 હથિયાર કબ્જે કર્યા
X

રાજકોટ શહેરમાં હથિયારો સપ્લાય કરતી ટોળકીના મૂળ સુધી પહોંચવા પોલીસે કમર કસી છે ત્યારે રૈયા રોડ ઉપર ફાયરિંગના ગુનામાં પકડાયેલ વસીમ પાસેથી બે તમંચા કબ્જે કર્યા બાદ એમપીના શિવાને ઝડપી લઇ તેની પાસેથી 11 હથિયાર અને 30 કાર્ટીસ કબ્જે કર્યા હતા તેની પૂછપરછમાં પોતે મૂળીના ભરવાડ શખ્સને હથિયારો આપતો હોવાની કબૂલાત આપતા ડીસીબીએ તેને પણ રાજકોટમાં હથિયાર વેચવા આવતા 3 તમંચા અને 10 કાર્ટીસ સાથે દબોચી લીધો છે તેણે જામનગર અને સોનગઢમાં બે હથિયાર વેચ્યાની તથા મુખ્ય સૂત્રધાર હસ્તક લાવ્યાની કબૂલાત આપતા પોલીસે વધુ 3 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. અત્યાર સુધીમાં ડીસીબીએ વસીમ પાસેથી 2, શિવા પાસેથી 11 અને વિપુલ પાસેથી 3 મળી કુલ 16 હથિયાર કબ્જે કર્યા.

રાજકોટ શહેરમાં જાણે ગેરકાયદેસર હથિયારોનો વેપલો ચાલી રહ્યો હોય તેમ દિવસેને દિવસે હથિયારો રાજકોટ માંથી મળી રહ્યા છે. ત્યારે રાજકોટમાં થોડાક સમય પહેલા રૈયા રોડ ઉપર ભડાકા કરનાર વસીમ અને તેના સાગરીતને પોલીસે ઝડપી લઇ તેઓ પાસેથી 2 હથિયાર કબ્જે કર્યા હતા આ હથિયાર પોતાને એમપીનો શિવો આપી ગયાની કબૂલાત આપતા 1 માર્ચના રોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શિવાને 11 હથિયાર અને 30 કાર્ટીસ સાથે દબોચી લીધો હતો. બાદમાં તેની પૂછપરછમાં સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના વગડીયા ગામે રહેતો વિપુલ વેલાભાઈ સાનિયાં નામનો ભરવાડ યુવક પણ પોતાની પાસેથી 5 હથિયાર લઇ ગયાની કબૂલાત આપતા ક્રાઇમ બ્રાન્ચની ટિમેં વધુ તપાસ હાથ ધરી હતી. બાદમાં રાજકોટમાં હથિયાર વેચવા આવતા જ શાસ્ત્રી મેદાન પાસેથી ભરવાડ શખ્સને દબોચી લઇ તેની પાસેથી 2 પિસ્તોલ, 1 તમંચો અને 10 જીવતા કાર્ટીસ કબ્જે કર્યા હતા.

રાજકોટમાં કેવી રીતે કરતા હતા હથિયારોની સપ્લાય

રાજકોટમાં હથિયારો સપ્લાયર મામલે પોલીસ કમિશ્નરે જણાવાયું હતું કે એમપીના જાંબવાના જીતેન્દ્રસિંગ ઉર્ફે બાબા સાહેબ નામના શખ્સ પાસેથી શિવો હથિયાર ખરીદી કરતો અને બાદમાં પોતાને આપતો હોવાનું અને બે દિવસ દરમિયાન પોતે જામનગરના છગન ઉર્ફે સુનિલ બહાદુરભાઈ ભુરીયાને અને થાનના સોનગઢ ગામના કર્ષણ ગોવિંદભાઇ રંગપરાને એક એક હથિયાર વેચ્યાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

અત્યાર સુધીમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વસીમ પાસેથી 2, શિવા પાસેથી 11 અને વિપુલ પાસેથી 3 મળી કુલ 16 હથિયાર કબ્જે કર્યા છે ત્યારે જોવું એ રહ્યું કે હજુ ત્રણ આરોપીઓને ઝડપી લઇ તેઓની પાસેથી પોલીસ વધુ હથિયારો કબ્જે કરી શકે છે કે નહીં.

Next Story