Connect Gujarat
ગુજરાત

રાજકોટ ક્રાઇમબ્રાન્ચે ફાયરિંગ કરનાર સખશોની જાહેરમાં કરી સરભરા

રાજકોટ ક્રાઇમબ્રાન્ચે ફાયરિંગ કરનાર સખશોની જાહેરમાં કરી સરભરા
X

રાજકોટ પોલીસે શહેરમાં બે અલગ અલગ સ્થળે ફાયરિંગ કરી આતંક મચાવનાર કુખ્યાત આરોપી વસીમ દલવાણી અને તેના સાગ્રીતને ઝડપી પાડ્યા છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી દરમિયાન વસીમ અને તેનો સાગ્રીત મહેબુબ ઉર્ફે મેબલાને સંઘીને પકડી પાડ્યા હતા.

આ શખ્સો પાસેથી પોલીસે બે દેશી તમંચા ઝડપી પાડ્યા છે.પોલીસના કહેવા પ્રમાણે વસીમે અઢી વર્ષ પહેલા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે મારામારી કરી હતી જે બાદ ફરાર હતા ત્યાર બાદ આઝાદ ચોક નજીક રઝાક કારયાણીના ઘર પર ફાયરિંગ કરી ફરાર થઇ ગયો હતો જે બાદ આ શખ્સો ફરાર હતા.જો કે પોલીસે બંન્નેને ઝ઼ડપી પાડીને કાયદાનું ભાન કરાવ્યુ હતુ.પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સે તેના અન્ય એક સાગ્રીત પાસેથી હથિયાર લીધુ હતુ જે મધ્યપ્રદેશથી લાવ્યા હોવાનું સામે આવ્યુ છે.જે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.પોલીસ આ શખ્સો ફરાર હતા ત્યારે કોણે કોણે આશરો આપ્યો હતો અને કોઇ ગુનાહિત પ્રવૃતિને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામા્ં પણ તપાસ શરૂ કરી છે.

Next Story