Connect Gujarat
ગુજરાત

રાજકોટ ખાતે NCP કાર્યાલયનું ઉદ્દઘાટન કરતા સાંસદ પ્રફુલ્લ પટેલ

રાજકોટ ખાતે NCP કાર્યાલયનું ઉદ્દઘાટન કરતા સાંસદ પ્રફુલ્લ પટેલ
X

રાજકોટના 150 ફુટ રિંગરોડને અડીને આવેલ પ્રસંગ હોલ કોમ્પલેક્ષ ખાતે રાજ્યસભાના સાંસદ અને પૂર્વ ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલના હસ્તે NCP કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે,એક તરફ ભાજપ કોંગ્રેસ દ્વારા ચૂંટણી લક્ષી કામગીરીની શરૂઆત કરી છે,ત્યારે આ બંને પક્ષોને ચૂંટણીમાં માત આપવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) દ્વારા પણ રાજ્યમાં પક્ષની મજબુત શરુઆત કરવામાં આવી છે.

રાજકોટમાં 150 ફૂટ રિંગરોડને અડીને આવેલ પ્રસંગ હોલ કોમ્પલેક્ષ ખાતે NCP કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે રાજ્યસભાના સાંસદ પ્રફુલ્લ પટેલે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓને ચૂંટણીની કામગીરીમાં જોતરાય જવા માટે આહવાન કર્યુ હતુ.

આ પ્રસંગે ગુજરાત NCPના પ્રદેશ પ્રમુખ અને ઉમરેઠના ધારાસભ્ય જયંત પટેલ (બોસ્કી), કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા, ગુજરાત પ્રદેશ NCPના નિરીક્ષક અને મુંબઈ મહારાષ્ટ્ર NCPના નેતા રાજેન્દ્ર જૈન, નરેશ મહેશ્વરી, સૌરાષ્ટ્રના પ્રભારી મનહર પટેલ, ગુજરાતના સહ પ્રવક્તા હરિકૃષ્ણ જોશી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story