Connect Gujarat
ગુજરાત

રાજકોટ : ખેલૈયાઓની સલામતી માટે ગોઠવાશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

રાજકોટ : ખેલૈયાઓની સલામતી માટે ગોઠવાશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
X

રાજકોટમાં 550થી વધારે સ્થળોએ ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે ત્યારે ગરબા સ્થળોએ ખેલૈયાઓની સલામતી તથા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાશે.

નવરાત્રીને લઇને રાજકોટ ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપસિંગની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, નવરાત્રી દરમિયાન રાજકોટમાં પોલીસનો ચૂસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. રાત્રે 12 વાગ્યા સુધી જ સાઉન્ડ વગાડવાની મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં નવરાત્રી દરમિયાન 669 પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેશે. જેમાં 2 ડીસીપી, 4 એસીપી, 12 પીઆઇ અને 43 પીઆઇએસ ફરજ બજાવશે.અર્વાચીન નવરાત્રી આયોજકોએ ગ્રાઉન્ડમાં સીસીટીવી લગાવવા ફરજીયાત છે. 30 દિવસ સુધી સીસીટીવીનો ડેટા સાચવી રાખવો ફરજીયાત છે. ફાયર સેફ્ટી ના સાધનો અને એનઓસી મેળવવું ફરજીયાત છે. તેમજ પાર્કિંગતથા સિક્યુરિટીની વ્યવસ્થા રાખવી ફરજીયાત છે. શહેરમાં 28 કોમર્શિયલ, 103 પ્રાચીન અને 469 નાની ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 17 વેલકમ નવરાત્રીનું પણ આયોજન છે.

Next Story