Connect Gujarat
ગુજરાત

રાજકોટ ગાર્ડન એક્ઝિબિશન ફલાવર શોનું ઉદ્દઘાટન કરાયુ 

રાજકોટ ગાર્ડન એક્ઝિબિશન ફલાવર શોનું ઉદ્દઘાટન કરાયુ 
X

બોન્સાઇ છોડ પણ મુલાકતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો

રાજકોટ ખાતે મહાનગર પાલિકા અને વન વિભાગના સંયુક્ત રીતે ગાર્ડન એક્ઝિબિશન ફલાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે,જે શોને તારીખ 17મી ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અને શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.

‘ગાર્ડન એક્‍ઝિબિશન- ફલાવર શો' ૧૭ થી ૨૧ ફેબ્રુઆરી સુધી રાજકોટવાસીઓ માટે ખુલ્લો રાખવામાં આવશે. ફલાવર-શોમાં ફૂલ છોડ, વન અને પર્યાવરણને લગતી માહિતીઓ થકી લોકો મહત્વની જાણકારી મેળવી શકશે. ફલાવર-શોમાં જુદી જુદી જાતના ફુલોના સ્કલ્પચર અને ફુલછોડ, સાથોસાથ ગીર ડાયોરામા કાળીયાર હરણ અને દરિયાઇ જીવસૃષ્ટિના જીવંત પ્રદર્શનના આકર્ષણો રાખવામાં આવ્યા છે.

પ્રદર્શનમાં જંગલી ઝાડ, સિંહ અને તેના બચ્ચા વગેરેની જીવંત પ્રતિકૃતિઓ પ્રદર્શિત મુલાકાતીઓને સાક્ષાત ગીરમાં હોવાની અનુભૂતિ કરાવી રહ્યા છે. તેવી જ રીતે દરિયાઇ જીવસૃષ્ટિનું જીવંત પ્રદર્શન પણ રાખવામાં આવ્યુ છે.જેમાં મુલાકાતીઓને સૌરાષ્ટ્રનાં દરિયામાં ઉત્પન્ન થતી માછલીઓ તથા અન્ય દરિયાઇ પ્રજાતીઓને વચ્ચે હોવાની અનુભૂતિ કરાવે છે.

આ પ્રદર્શનમાં બોન્સાઈ છોડ અને રોપાનો અનોખો ડોમ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. બોન્સાઈ પધ્ધતિ એટલે કે વામન કદના રોપા અને છોડ અહીં ઉછેર કરવામાં આવ્યો છે. મોટા મોટા વૃક્ષોને બદલે તેને પહેલેથી જ બોન્સાઈ પદ્ધતિ દ્વારા ઉછેરવામાં આવે છે. બોન્સાઈ પદ્ધતિ મુખ્યત્વે જાપાનીઝ પદ્ધતિ છે જે સૌરાષ્ટ્રમાં ખુબ ઓછી જગ્યાઓ પર અપનાવવામાં આવે છે.

જાણવા મળ્યા મુજબ ૩૨ વર્ષ પહેલા ઉગાળેલા ગુગળના વૃક્ષને બદલે તેની બોન્સાઈ પદ્ધતિથી માવજત કરી તેને વામન સાઈઝમાં રાખવામાં આવ્યુ છે અને જેની કિંમત 1.80 લાખ રાખવામાં આવી છે.જે લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની ગયુ છે. આ ઉપરાંત બોન્સાઈ પદ્ધતિથી ઔષધિઓ, લીચી સહિતના ફળ, અલગ અલગ ગુલાબ સહિતના રોપાઓ પણ લોકોના વેચાણ એર્થે રાખવામાં આવ્યા છે.

Next Story