Connect Gujarat
ગુજરાત

રાજકોટ ગ્રામ્ય પોલીસે ગોંડલ માર્કેટ યાર્ડ પાસે થયેલ હત્યાનો ભેદ ઉકેલ્યો

રાજકોટ ગ્રામ્ય પોલીસે ગોંડલ માર્કેટ યાર્ડ પાસે થયેલ હત્યાનો ભેદ ઉકેલ્યો
X

રાજકોટ ગ્રામ્ય પોલીસે CCTV ફૂટેજના આધારે ગોંડલમાં અઠવાડીયા પૂર્વે ધોરાજીના ટ્રક ડ્રાઇવરની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાયાની રહસ્યમય ઘટનાનો રૂરલ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. ગોંડલ નેશનલ હાઇવે રોડ પરના નવા માર્કેટીંગ યાર્ડ સામે ટ્રક ડ્રાઇવર સુરેશ સવજીભાઇ સુરેલાની અજાણ્યા ઇસમે બેલા અને કાર્બીટ પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી 1 હજારની લૂંટ ચલાવી હતી.

સમગ્ર બનાવના પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જેમાં ટ્રકમાં કપાસ ભરતા મજુરે જ લૂંટના ઇરાદે ડ્રાઇવરની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસે CCTV ફૂટેજના આધારે મધ્ય પ્રદેશથી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story