Connect Gujarat
ગુજરાત

રાજકોટ : જાણો આગામી કેન્દ્રીય બજેટને લઈ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોની શું છે અપેક્ષાઓ ?

રાજકોટ : જાણો આગામી કેન્દ્રીય બજેટને લઈ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોની શું છે અપેક્ષાઓ ?
X

  • ઇન્કમટેક્સ રિટર્નમાં સરળીકરણ
  • 80c માં 1.5 લાખની મર્યાદા 3 લાખ કરવામાં આવે
  • નાની ભાગીદારી પેઢીને વધુ પ્રોત્સાહન મળે તે પ્રકારની નીતિ લાવવામાં આવે
  • PPFમાં ઉદ્યોગકારો પેમેન્ટ નિયત સમય કરતા મોડુ ભરે તો તેમને ડિસએલાઉ કરવામાં આવે છે. જે ડિસએલાઉ ન કરવામા આવે
  • વચગાળાના બજેટમા ટેક્ષ સ્લેબમા ફેરફાર કરવામા આવ્યો હતો. જે ફેરફાર મુજબ 5 લાખ ઉપર થયેલ આવકમાં જુના સ્લેબ મુજબ ટેક્સ લેવામા આવે છે. જે જુના સ્લેબ મુજબ ન લેવામા આવે.
  • હાઉસિંગ કો ઓપરેટિવ સોસાયટીના ટેક્ષ સ્લેબમાં ફેરફાર કરવામાં આવે

ડિમોનેટાઈઝેશન બાદ સેક્ષશન 68 & 69 અંતર્ગત કરચોરી કરનાર પોતે જાતે પોતાની કરચોરી અંગે ખુલ્લાસો કરે તો તેને 70ટકા થી વધુ ચુકવણી કરવાની રહે છે. જો આ પ્રકારની રીત અપનાવવામા આવે તો કરચોરી કરનાર ક્યારેય પણ પોતાની કરચોરી કબુલશે નહી. તેથી રકમની ચુકવણી ઓછી રાખવામા આવે તેવી માંગ કરવામા આવી છે.

આગામી 5 જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ રજુ થશે. દેશના નાણા મંત્રી નિર્મલા સિતા રામન દ્વારા બજેટ રજુ કરવામા આવશે. ત્યારે મોદી સરકારની સેકન્ડ ઈનીંગના પ્રથમ બજેટ પર સૌ કોઈની નજર રહેલી છે. ચૂંટણી પહેલા મોદી કેન્દ્ર સરકારે વચ્ચગાળાનુ બજેટ રજુ કર્યુ હતુ. ત્યારે હવે પ્રથમ ફુલ બજેટ પર સૌ કોઈ મીટ માંડીને બેઠા છે. ત્યારે કનેકટ ગુજરાતની ટીમ દ્વારા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોની ક્યા પ્રકારની આશા છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

Next Story