Connect Gujarat
ગુજરાત

રાજકોટ: જ્યુબીલી બાગ લોટરી બજારમાંથી દેશી તમંચા અને કાર્ટીસ સાથે એક ઇસમ ઝડપાયો

રાજકોટ: જ્યુબીલી બાગ લોટરી બજારમાંથી દેશી તમંચા અને કાર્ટીસ સાથે એક ઇસમ ઝડપાયો
X

રાજકોટ એસ.ઓ.જી.એ ઝડપાયેલ ઇસમ પાસે એક તમંચો તેમજ કાર્ટીસ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી.

રાજ્યમાં હાલ ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા ચુંટણી શાંતીપૂર્વક સંપન્ન થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરી શહેરમાં ચાલતી ચુંટણીલક્ષી કામગીરી સાથે ગેરકાયદેસર હથીયારોની હેરાફેરી ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="88369,88370,88371"]

પ્રાપ્ત પોલીસ માહિતિ અનુસાર રાજકોટ એસ.ઓ.જી ને મળેલ ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવતા રાજકોટના જ્યુબીલી બાગ નજીક લોટરી બજારમાંથી ગેરકાયદેસર દેશી તમંચા તથા કાર્ટીસ સાથે એક ઇસમની અટકાયત કરી હતી. એસ.ઓ.જી ટીમે તેની આકરી પુછતાછ કરતા ઝડપાયેલ ઇસમે તેનું નામ માયાભાઇ મહેશભાઇ ભટ્ટ (રહે.ઘર્મેન્દ્ર રોડ, શાક માર્કેટ ચોક,રાજકોટ) હોવાનું અને આ હથીયાર તેણે એમ.પી.ના ટ્રક ડ્રાઇવર નયન પાસે લીધાની હકીકત વર્ણવી હતી.પોલીસે માયાભાઇ ભટ્ટ પાસેથી એક દેશી તમંચો કિંમત રૂપિયા ૫૦૦૦ તેથા એક કાર્ટીસ કિંમત રૂપિયા ૧૦૦ મળી કુલ રૂપિયા ૫૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story